તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • For The Home Wife Quit Going To Leave The Woman To Suicide

જેના માટે ઘર-પત્ની છોડયા તે મહિલા છોડી જતાં આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વેપારી આધેડે દુકાનમાં જ ગળાફાંસો ખાધો

અન્ય સ્ત્રી સાથે લાગણીના સંબંધો બંધાતા તેના માટે પત્ની અને ઘર છોડીને અલગ રહેતા વેપારી સિંધી આધેડને તે સ્ત્રી જ છોડીને જતી રહેતા તેના આઘાતમાં વેપારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.

જામનગર રોડ પરની સિંધી કોલોનીમાં રહેતા અને ગુંદાવાડીમાં કેરોસીનની દુકાન ધરાવતા સિંધી આધેડ કનુભાઇ ઇન્દુભાઇ મુલચંદાણી (ઉ.વ.૪૫) દુકાનના ઉપરના ભાગે આવેલી ઓરડીમાં લોખંડની એંગલમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. કનુભાઇના ભાઇ દુકાને પહોંચતા વેપારીએ ગળાફાંસો ખાઇ લીધા અંગેની જાણ થઇ હતી. આ અંગે જાણ કરાતા ભકિતનગર પોલીસ દોડી ગઇ હતી.

બે સંતાનોના પિતા કનુભાઇને કોઇ સ્ત્રી સાથે લાગણીના સંબંધ બંધાયા હતા. અને એક મહિનાથી ઘર અને પત્નીને છોડીને વેપારી એ સ્ત્રી સાથે દુકાને જ રહેવા લાગ્યા હતા. પરંતુ ચારેક દિવસથી એ સ્ત્રી વેપારીને છોડીને જતી રહી હતી. જેના માટે પોતાના સ્વજનોને છોડી દીધા હતા એ સ્ત્રીએ દગો દેતા તેના આઘાતમાં વેપારીએ અંતિમ પગલું ભરી લીધું હતું. વેપારીને કોની સાથે સંબંધ હતો. તેને તરછોડી જનાર સ્ત્રી કોણ હતી સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.