વિવેક અને આદિત્યને પ વર્ષની સજા થઈ શકે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના ઈતિહાસમાં પરીક્ષાચોરીનો ડાયરેક્ટ કેસ આવ્યો હોય તેવી પ્રથમ ઘટના
- હરિવંદના કોલેજે આપેલો રિપોર્ટ લિગલ વિભાગ મારફતે ઈડીએસીમાં મુકાશે


'દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશન બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના સત્તામંડળે ડમીકાંડમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓને સજા આપવા અંગેની કાર્યવાહી શરૂ કરી છે. સિન્ડિકેટ સભ્યો અને ઉચ્ચ પદાધિકારીઓએ આપેલા નિર્દેશ મુજબ વિવેક હિ‌રાણી અને આદિત્યસિંહ ગોહિ‌લને પાંચ વર્ષની સજા આપવામાં આવે તેવી શક્યતા છે. કોઈપણ પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય ત્યાર પછીના એક મહિ‌નામાં ઈડીએસી (એકઝામિનેશન ડિસીપ્લીનરી એક્શન કમિટી) બોલાવવામાં આવે છે. જેમાં કમિટીના મેમ્બરો પરીક્ષા ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીઓને સજા કરતા હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીના ઈતિહાસમાં સૌપ્રથમ એવો કિસ્સો બહાર આવ્યો છે કે પરીક્ષા ચોરીનો ડાયરેક્ટ કેસ લિગલ વિભાગ પાસે આવ્યો છે. લિગલ વિભાગ ઈડીએસીમાં એજન્ડા મુકશે ત્યારબાદ ડમીકાંડમાં પકડાયેલા બન્ને વિદ્યાર્થીઓને કેટલી સજા કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. સૂત્રો જણાવી રહ્યા છે કે, વિવેક હિ‌રાણી અને આદિત્યસિંહ ગોહિ‌લને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા કરવામાં આવશે. એટલે કે, આ બન્ને વિદ્યાર્થીઓ પાંચ વર્ષ સુધી કોઈપણ પરીક્ષા નહીં આપી શકે.