તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિ‌લા વકીલે પરિણીત પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-વર્ષ ૨૦૧૨થી મૈત્રી કરાર કર્યા'તા, સંબંધોમાં તિરાડ પડતાં બંનેએ અગાઉ સામસામે રાવ કરી હતી

પ્રેમી સાથેના સંબંધના કારણે વારંવાર વિવાદમાં આવેલી મહિ‌લા એડવોકેટે પરિણીત પ્રેમીએ ધાક-ધમકી આપી શરીરસંબંધ બાંધી સગર્ભા બનાવી દીધાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરના નવલનગરમાં રહેતા ૩૩ વર્ષીય મહિ‌લા એડવોકેટે મહિ‌લા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અર્જુનપાર્કમાં રહેતા રજનીશ મગન પરમારનું નામ આપ્યું હતું. મહિ‌લા એડવોકેટે ફરિયાદમાં જણાવ્યું હતું કે રજનીશ પરમાર સાપ્તાહિ‌ક ચલાવતો હોવાથી તેનો સંપર્ક થયો હતો અને પરિચય ગાઢ બનતા તા.૧૨-૧૨-૨૦૧૨ના રોજ બંનેએ મૈત્રી કરાર કર્યા હતા. થોડા દિવસો સાથ રહ્યા બાદ રજનીશ પરમાર તેની પ્રથમ પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રેમી રજનીશ પરમારે જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાધ્યો હતો અને પોતે સગર્ભા બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિ‌લા એડવોકેટ અને તેના પ્રેમી રજનીશ પરમારના સંબંધ અગાઉ અનેક વખત શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. યુવતીએ અગાઉ એક વખત પોતાના ઘરે તેમજ બીજી વખત પોલીસ કમિશનર કચેરીએ પોતાના હાથ પર જાતે જ બ્લેડથી છરકા કર્યા હતા અને આ અંગે તત્કાલીન સમયે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. મહિ‌લા એડવોકેટે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો