• Gujarati News
  • Father Dead Who Drink Wine And Madicine Before A Day

સાસરે વળાવેલી પુત્રીની જુદાઇમાં દારૂ પીધા પછી ઝેર પી લેનાર પિતાનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંદર દિવસ પહેલાં સાસરે વળાવેલી પુત્રીની જુદાઇમાં દારૂ પીધા પછી ઝેરી દવા પી લેનાર પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બેડીપરામાં ગિરનારી શેરીમાં રહેતા નાનજીભાઇ બચુભાઇ ધામેચાએ દારૂનો નશો કર્યા બાદ માંકડ મારવાની ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. નાનજીભાઇને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. પુત્રીને ૧પ દિવસ પહેલા જ સાસરે વળાવી હતી. સાસરે વળાવેલી પુત્રીની યાદ સતાવતી હોવાનું રટણ કરતા નાનજીભાઇએ મંગળવારે દારૂનું સેવન કર્યા બાદ ઝેરી દવા પી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.