Election Voting Counting Of Rajkot Bhajap Win

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડવા પાટીદારોના બેલ્ટ સાધુ વાસવાણી રોડ પર ભાજપને લીડ

રાજકોટ: રાજકોટ કોંગ્રેસે જ્ઞાતિવાદના પરિબળને ધ્યાનમાં રાખીને કડવા પાટીદાર જયંતીભાઇ કાલરિયાની પસંદગી કરી હતી. આ બેઠક પર સૌથી વધુ મતદારો કડવા પાટીદારના છે. કડવા પટેલ સમાજનો જે મુખ્ય બેલ્ટ ગણવામાં આવે છે એવા સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ સહિત વોર્ડ નં.12માં ભાજપના કોપોર્રેટર અને શહેર ભાજપ મહામંત્રી કમલેશ મિરાણીએ કોંગ્રેસના નેટવર્કને ચિત કરીને આ એક જ વોર્ડમાંથી ભાજપને કડવા પાટીદાર સમાજની 1500 મતની લીડ અપાવી છે.

જયંતીભાઇ ચમત્કારની આશાએ છેલ્લાં રાઉન્ડ સુધી રાહ જોતા રહ્યા!

વિજયભાઇનો વિજય રથ પહેલેથી જ વીનમાં દોડતો હતો. શરૂઆતથી જ કોંગ્રેસને એવી આશા હતી કે, પટેલ સમાજનો બેલ્ટ ગણાતા વોર્ડ નં.11,12,13ના ઇવીએમ ખૂલશે એટલે ભાજપની લીડ ધડાધડ કપાવા લાગશે. આ જ આશા ઉપર મીટ માંડીને કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ કાલરિયા છેલ્લાં ઇવીએમની ગણતરી સુધી બેઠાં રહ્યા હતા. જો કે એ પહેલાં જ ભાજપની લીડ કપાય એ અશકય બની ગયું હતું.

ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં વિખવાદ વકરે એવી શકયતા

પેટાચૂંટણી જાહેર થઇ ત્યારથી જ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.વસાવડા, ધારાસભ્ય રાજ્યગુરુ, પૂર્વ સાંસદ બાવળિયા સહિતના આગેવાનો વચ્ચે વારંવાર અહમના ટકરાવ થવા લાગ્યા હતા. પાર્ટીના કાર્યાલયમાં સામસામે આવી જવાની ઘટના પણ બની હતી. હવે જ્યારે હાર થઇ છે ત્યારે તે પચાવવામાં પણ સામસામે દોષના ટોપલા ઢોળવામાં આવે તો નવાઇ નહીં રહે. આંતરિક વિખવાદ વકરે એવી શકયતા છે.

આગળ વાંચો, વિજયભાઇ રૂપાણીનું કદ વધ્યું, અસંતુષ્ટોનો હવે દાવ નીકળશે, લોકસભાની લીડમાંથી 62,000 કાપી શક્યા, એ અમારી જીત છે, જ્ઞાતિના પરિબળો આ બેઠક પર ન ચાલ્યા