રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં વધુ 10 ફોર્મ ઉપડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કાઉન્ટ ડાઉન | રાદડિયાની પેનલ જાહેર, વાંકાનેરના ઉમેદવાર મુદ્દે ગડમથલ
- પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાસિયા, યજ્ઞેશભાઇ જોષીએ ફોર્મ ભર્યાં

રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંંટણીમાં ઉમેદવારના નામ નક્કી કરવામાં ભારે ગરમાવો આવ્યો છે, ત્યારે બેંકના વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઇ રાદડિયાએ પોતાની પેનલના નામ જાહેર કરી દીધા છે. વાંકાનેર બેઠક માટે ગડમથલ ચાલી રહી છે જ્યારે બે ઉમેદવારોએ ફોર્મ ભરી જમા કરાવી દીધા છે. શનિવારે વધુ 10 ફોર્મ ઉપડ્યા છે.

આગામી 29 એપ્રિલના રોજ રાજકોટ જિલ્લા બેંકની 17 બેઠક માટે મતદાન થવાનું છે, ત્યારે ઉમેદવારોના નામ મુદ્દે ચાલતી ખેંચતાણ અંતિમ તબક્કામાં છે. વિઠ્ઠલભાઇ રાદડિયાએ પોતાની પેનલ જાહેર કરી દીધી છે. જેમાં રૂપાંતર બેઠકમાં વિઠ્ઠલભાઇ, પડધરીમાં ડો.ડાયાભાઇ પીપળિયા, લોધિકા - કોટડામાં ઘનશ્યામભાઇ ખાટરિયા, મોરબીમાં મગનભાઇ વડાવિયા, માળિયામાં વિડજાભાઇ, ટંકારામાં વાઘજીભાઇ બોડા, ઉપલેટામાં હરિભાઇ ઠુંમર, જામકંડોરણામાં જયેશભાઇ રાદડિયા, ધોરાજીમાં વિનુભાઇ વૈષ્ણવ, જેતપુરમાં ગોરધનભાઇ ધામેલિયા, ગોંડલમાં પ્રવીણભાઇ રૈયાણી, રાજકોટમાં છગનભાઇ ગઢિયા, જસદણમાં અરવિંદભાઇ તાગડિયા સોમવારે બપોરે 12 કલાકે ફોર્મ ભરશે.

વાંકાનેર બેઠકમાં ઉમેદવારનું નામ જાહેર કરવામાં ગડમથલ ચાલી રહી છે. આ બેઠક પર રવિવારે નામ જાહેર થાય તેવી સંભાવના છે.િલ્લા બેંકની ચૂંટણી માટે શુક્રવારે 8 ફોર્મ ઉપડ્યા હતા. શનિવારે વધુ 10 ફોર્મનો ઉપાડ્યા છે. ઉપરાંત બે ફોર્મ ભરાઇ જમા થયા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય અને ગુરુદત્તાત્રેય મંડળીના ટપુભાઇ લીંબાસિયા, યજ્ઞેશભાઇ જોષીએ ફોર્મ જમા કરાવ્યા છે.

જૂના જોગીને પ્રાધાન્ય

વિઠ્ઠલભાઇ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં પોતાની પેનલના નામની યાદી જાહેર કરી છે. તેમાં જૂના જોગીને જ રિપીટ કરવામાં આવ્યા છે. માત્ર ધોરાજી બેઠક પર વિનુભાઇ નવું નામ છે.