ડો. આંબેડકરનું ૧.૬૮ કરોડના ખર્ચે સ્મારક બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડો. આંબેડકરનું ૧.૬૮ કરોડના ખર્ચે સ્મારક બનશે
- જિલ્લા ગાર્ડનમાં ભવ્ય સ્મારક આકાર લેશે

એપ્રિલ ૧૯૩૯માં ડો. બાબા સાહેબ આંબેડકર રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેની યાદમાં ડો. બાબા સાહેબનું સ્મારક બનાવવાની રજૂઆત દલિત સમાજે કરી હતી. જેનો સ્વીકાર કરીને મહાનગરપાલિકાએ જિલ્લા ગાર્ડનમાં ૧.૬૮ કરોડના ખર્ચે ડો. આંબેડકરનું ભવ્ય સ્મારક બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર કરી છે. સ્મારક કેવું બનાવવું તે અંગેની માહિ‌તી મેળવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની એક ટીમ માંડવી, મુંબઇ અને નાગપુરના સ્મારકોની મુલાકાતે જશે. ત્યારબાદ આખરી ઓપ આપવામાં આવશે તેમ દલિત સમાજના યુવા આગેવાન સુનિલ જાદવ અને ગિરીશભાઇ પરમારે જણાવ્યું હતું.

૭પ વર્ષ પહેલા ૧૮-૧૯ એપ્રિલ ૧૯૩૯ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર રાજકોટ આવ્યા હતા. બાબા સાહેબની આ મુલાકાત કાયમ માટે યાદ રહે તે માટે એક સ્મારક શહેરમાં બનાવવું જોઇએ તેવું સૂચન ડો. સુનિલ જાદવે મ્યુનિસિપલ કમિશનર અજય કુમાર ભાદુને કર્યું હતું. લોકસભાની ચૂંટણી પછીની પ્રથમ સ્ટેન્ડિંગમાં ૩૦ કરોડના કામોની દરખાસ્તમાં ડો. આંબેડકરનું સ્મારક બનાવવાની દરખાસ્ત પણ હતી. સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, ડે.મેયરે પણ સ્મારક બનાવવાની તરફેણ કરી હતી અને રૂપિયા ૧,૬૮,૪૨,૦૦૦નો ખર્ચ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો. જેના પગલે આગામી દિવસોમાં ડો. આંબેડકરનું સ્મારક આકાર લેશે.