'દિવ્ય ભાસ્કર’ની પક્ષી બચાવ ઝુંબેશમાં શાળાઓ જોડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અનેક સ્થળે પાણીના કુંડાનું વિતરણ

કાળઝાળ ગરમીમાં પંખીઓને પાણી મળી રહે તે માટે 'દિવ્ય ભાસ્કર’ દ્વારા સૌપ્રથમ પહેલ કરીને પાણીના કૂંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી શરૂ કરવામાં આવેલી આ પહેલ હવે અભિયાનમાં ફેરવાઈ ગઈ છે. રાજકોટ સહિ‌ત રાજ્યના અનેક શહેરોમાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે.
રાજકોટમાં દિવ્ય ભાસ્કરના કાર્યાલય પરથી પણ હજારો કુંડાનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. શહેરની અનેક સ્કૂલ અને સંસ્થાઓ પણ દિવ્ય ભાસ્કરના આ અભિયાનમાં જોડાઈ છે. તેના ભાગરૂપે ગત રવિવારે પાઠક સ્કૂલના સ્ટાફે પારિજાત પ્લોટમાં ૧૦૦૦ પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું. સ્કૂલના ડાયરેકટર વસંતકુમાર પાઠક હાજર રહ્યા હતા.