તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ :ચિલ્ડ્રન હોસ્પિટલમાં દોઝખ જેવી ગંદકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોદીની શિખામણ ઝાંપા સુધી | ગુજરાતમાં જ સફાઇ ઝુંબેશની અસર 24 કલાક સુધી પણ રહી નહીં
- બહુ ગાજેલી સફાઇ ઝુંબેશનું બાળ હોસ્પિટલમાં જ બાળમરણ, ચોમેર ઉકરડાથી પણ બદતર હાલત

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સફાઇ ઝુંબેશ શરૂ કરાવી લોકોને સફાઇ-સ્વચ્છતાના મહાઅભિયાનમાં જોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે જાણે આખા દેશથી અલગ ચાલવાનો નિર્ધાર કર્યો હોય તેમ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે. કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુથી માંડી દસ વર્ષથી નાની વયના બાળકોને દાખલ કરવામાં આવે છે, રોગ અને દુખાવાથી પીડાતા આ બાળકો ઝડપથી સાજા થઇ જાય તેના માટે પરિવારજનો તેને હોસ્પિટલે લઇ આવે છે, પરંતુ હોસ્પિટલના નિંભર અને જાડી ચામડીના વહીવટકર્તાઓને કારણે આ માસૂમ બીજી માંદગીનો ભોગ બને તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ ગંદકી અને દુર્ગંધનો અહેસાસ થઇ જાય છે. વોર્ડની લોબી, પીવા માટે રાખવામાં આવેલું કૂલર, દાદરા, બારી-બારણાં સહિતના સ્થળોએ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે. ગંદકીને કારણે માસૂમ બાળ દર્દીઓની હાલત વધુ કફોડી બને છે. જોકે સિવિલ સર્જન ડો. વત્સરાજ રાબેતા મુજબ ખુલાસો આપે છે કે આવું ચાલે ન નહીં, કોઇની લાપરવાહી હશે તો પગલા લેવાશે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેશવલાલ તલકચંદ શેઠ બાળકોની હોસ્પિટલ (કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ)ના પ્રવેશ દ્વારથી જ ગંદકીના દૃશ્યો જોવા મળે છે, આ હોસ્પિટલમાં જાણે કે સફાઇ માટેની વ્યવસ્થા જ ન હોય તેમ ચોમેર ગંદકી પથરાયેલી છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....