• Gujarati News
  • Direct The Preparation Of Registration Showing Epedamam Nuts Manufacturers

સીધી એપેડામાં નોંધણીની તૈયારી બતાવતા સિંગદાણાના ઉત્પાદકો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાત ઓઇલસીડ પ્રોસેસર્સ એસોસિએશનની રાજકોટ ખાતે બેઠક યોજાઇ

આજે રાજકોટ ખાતે ગુજરાત ઓઇલસીડસ પ્રોસેસર્સ એસોસિએશનની બેઠક મળી હતી. સિંગદાણાના ઉત્પાદકો, વેપારીઓ અને નિકાસકારો ઇન્ડિન્યન ઓઇલસીડસ એન્ડ પ્રોડયુઝ એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલનો બહિષ્કાર કરવા અને એપેડામાં રજિસ્ટ્રેશન કરવાની તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે સિંગદાણાની નિકાસ માટેના નવા નિયમોને કારણે નિકાસ અડધોઅડધ ઘટી ગઇ છે.

૩ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ સરકારે સિંગદાણાની નિકાસ માટે નવુ જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં આઇઓપીઇપીસીમાં ફરજિયાત રજિસ્ટ્રેશન, સરકાર માન્ય લેબોરેટરીનું સર્ટિફિકેટ સહિતના કેટલાક નિયમો લાગુ કરાયા હતા. આ સમયથી જ સૌરાષ્ટ્રના નિકાસકારો તેનો વિરોધ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગુજરાત ઓઇલસીડસ પ્રોસેસર્સ એસોસિએશનના નેજા હેઠળ નવા નિયમોનો વિરોધ થઇ રહ્યો છે.

એસો.ના પ્રમુખ મુંકુંદભાઇ શાહના કહેવા પ્રમાણે આઇઓપીઇપીસી આ બાબતે એપેડાને ગેરમાર્ગે દોરી રહી છે. પ્રમોશન કાઉન્સિલનું કામ એક્સપોર્ટ વધારવાનું છે તેના બદલે એક્સપોર્ટ ઘટાડાના કામ થઇ રહ્યા છે. આ અંગે હાઇકોર્ટમાં રિટપિટિશન પણ દાખલ કરેલી છે. એપેડા એક્ટની જોગવાઇ મુજબ કોઇ પણ ખોટા રેગ્યુલેશન બહાર પાડી ન શકે.

આઇઓપીઇપીસી ટ્રેડ, ઇન્ડસ્ટ્રી અને દેશ વિરુધ્ધ કામ કરે છે અને કોઇ નિકાસકારોની વાત સાંભળતું નથી તેમ પ્રમુખે કહ્યું હતું. નોન ઇયુ કન્ટ્રીઝ માટે આવા કોઇ નિયમની જરૂર નથી. દરેક ફેકટરી પાસેથી રૂ.૫૦,૦૦૦ લેવા, એસોસિયેટ મેમ્બર બનાવવા અને એક્સપોર્ટ કોન્ટ્રાકટ પર ટનદીઠ રૂ.૪૦ લગાડવાએ અન્યાયી છે. એસો.એ સીધી જ એપેડા સાથે વાતચીત શરૂ કરી છે.

આજથી બેઠકમાં આઇઓપીઇપીસીનો બહિષ્કાર કરવો અને જો સરકાર માન્યતા આપે તો એપેડા મારફત રજિસ્ટ્રેશન કરાવવાના મૂડમાં છે. આગામી દિવસોમાં સરકારને સીધી રજૂઆત કરવામાં આવશે. અત્યારે લેવા પડતા એચએસીસીપીને બદલે એફએસએસએઆઇનું સર્ટિફિકેટ માન્ય રાખવા પણ રજૂઆત કરાશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સીંગદાણાના ઉત્પાદકો અને નિકાસકારો અને વેપારીઓ છેલ્લા પાંચ મહિનાથી ભારે મુસ્કેલીમાં મુકાઇ ગયા છે. મોટાભાગના સોદા અટકી ગયા છે. નવી સીઝન પૂર્વે કોઇ પરિણામ આવી જાય તેવી માંગણી છે.

- સિંગદાણાની નિકાસ અડધો અડધ ઘટી ગઇ

સરકારે જાન્યુઆરી ૨૦૧૩માં સિંગદાણાની નિકાસ માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યાર પછી સિંગદાણાની નિકાસમાં ૪૮ ટકાનો તોતિંગ ઘટાડો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારત સિંગદાણાની નિકાસમાં અગ્રેસર છે. સૌરાષ્ટ્રના સિંગદાણાની દેશ વિદેશમાં ભારે ડિમાન્ડ રહે છે. ગત વર્ષે ભારતની સીંગદાણાની નિકાસ ૩ લાખ ટનથી વધીને ૮ લાખ ટન સુધી પહોંચી ગઇ હતી.