ફ્લેટમાંથી વેપારીની ભેદી સંજોગોમાં લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફ્લેટમાંથી વેપારીની ભેદી સંજોગોમાં લાશ મળી
- એક મહિ‌નો દુબઇ પુત્રને ત્યાં રોકાયા બાદ પાંચ દિવસ પૂર્વે જ રાજકોટ આવ્યા’તા
- ઝેરી દવા પી આપઘાત કરી લીધાની શંકા, પોલીસે શરૂ કરેલી તપાસ

શહેરના ૧પ૦ ફૂટ રિંગ રોડ પર આવેલા એમ્પાયર એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી વેપારી પ્રૌઢની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની શંકા સેવાઇ રહી છે. એમ્પાયર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૨૦૩માં લાશ પડી હોવાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા મૃતક કીર્તિ‌ભાઇ મનહરલાલ દોશી (ઉ.વ.પપ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે લાશને પોસ્ટર્મોટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કીર્તિ‌ભાઇ કાલાવડ રોડ પર દુકાન ધરાવતા હતા અને બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયનો વ્યવસાય કરતા હતા. તાજેતરમાં કીર્તિ‌ભાઇ દુબઇ રહેતા પુત્રને મળવા ગયા હતા અને મહિ‌નો રોકાયા બાદ ગત ૨૧ મેના જ રાજકોટ આવ્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કીર્તિ‌ભાઇના પત્ની અને પુત્રી શાસ્ત્રીનગરમાં રહે છે અને દુબઇથી આવ્યા બાદ પ્રૌઢ મિત્રના ફ્લેટમાં ઉપરોકત સ્થળે રોકાયા હતા. પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની શંકા સેવાઇ રહી છે. વેપારી પ્રૌઢ શા માટે પત્ની-પુત્રીથી અલગ રહેતા હતા અને તેમણે શા કારણે આપઘાત કર્યો સહિ‌તના મુદ્દા પોલીસ તપાસના વિષય બન્યા હતા.