ડામર પ્લાન્ટમાંથી ઓછો માલ ભરવાનું ષડ્યંત્ર!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડામર પ્લાન્ટમાંથી ઓછો માલ ભરવાનું ષડ્યંત્ર!
- ટ્રકમાંથી ૨૪ ટન જ માલ નીકળ્યો, કોઇને ગંધ ન આવે એવા પ્રયાસ કરીને મામલો ભીનો સંકેલી લેવાયાની ચર્ચા


રાજકોટ મહાપાલિકા દ્વારા અપાતા ડામર રોડના કોન્ટ્રાક્ટમાં વર્ષે લાખો રૂપિયાની મલાઇ તારવી લેવામાં આવે છે. વોર્ડના કોર્પોરેટરથી માંડી ઉપર સુધી ટકાવારીનો જબરો વહીવટ હોવાની એક પંકાયેલી છાપ વચ્ચે વધુ એક પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. ડામર પ્લાન્ટમાંથી ઓછો માલ ભરીને ચોપડે વધુ માલ દર્શાવવાનું ષડ્યંત્ર ચેકિંગ દરમિયાન રંગેહાથ પકડાયા બાદ કોઇને ગંધ પણ ન આવે એ રીતે ભીનું સંકેલી લેવાયાનું જાણવા મળ્યું છે.

આ પ્રકરણની મળતી વિગત મુજબ ચાર દિવસ પહેલા ડામર પ્લાન્ટમાંથી ડામર ભરેલી ટ્રક જે તે વિસ્તારમાં ચાલતા ડામર રોડના કામ પર જવા નીકળ્ાી હતી. એ દરમિયાન ટેક્નિ‌કલ વિજિલન્સ દ્વારા ચેકિંગ કરાયું હતું. દરમિયાન ટ્રકમાં નિયમ મુજબ ૩૭ ટન માલ ભરવાના બદલે માત્ર ૨૨ ટન જ નીકળ્યો હતો. પ્લાન્ટ પર રેકર્ડ તપાસવામાં આવતા ચોપડે ૩૭ ટન જ દર્શાવવામાં આવ્યું હતું. દરમિયાન ડામર પ્લાન્ટ પરના વર્ક આસિસ્ટન્ટ દ્વારા ચાલતું આ ષડ્યંત્ર જાહેરમાં ખુલ્લું ન પડી જાય એ માટે યેનકેન પ્રકારે ભીનું સંકેલી લેવાયું હતું.

સીધી વાત - હિ‌તેષ ટોળિયા ટેક્નિ‌કલ વિજિલન્સ અધિકારી
ટ્રક સાથે મારુતિ અથડાતાં ટ્રકમાંથી માલ ઢોળાઇ ગયો હતો

આવી કોઇ ઘટના બની હતી?
મારા આસી. ઇજનેર હિ‌માંશુ દવેને પૂછપરછ કરતા ઘટના એવી બની હતી કે, ટ્રક સાથે મારુતિ અથડાતાં ટ્રકમાંનો પાછળનો દરવાજો ખુલ્લી ગયો અને માલ ઢોળાઇ ગયો હતો.
અકસ્માત કઇ રીતે થયો હતો?
ટ્રકમાં ઓછો માલ હોવાની શંકાના પગલે પાસે વેબ્રિજ પર જતો હતો ત્યાં મારુતિ આડી ઉતરતાં ટ્રકનો દરવાજો ખૂલી ગયો.
પછી શું બન્યું?
ડામરનો માલ રસ્તા પર ઢોળાઇ ગયો એટલે માપી ન શકાયો.