• Gujarati News
  • Cycle Ride Compulsory To Municipal Corporation Officer

રાજકોટ મનપામાં મુકાદમ બનવું છે, સાઇકલ આવડવી જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે શેઠ હાઇસ્કૂલમાં પ્રેકિટસ પરીક્ષા

રાજકોટ: સરકારી નોકરી માટે કમ્પ્યૂટર જ્ઞાન જરૂરી છે. બદલાતા જતા આ હાઇટેક યુગમાં રાજકોટ મનપાએ વર્ગ-4માં મુકાદમની ભરતી માટે કરેલી પ્રક્રિયામાં સાઇકલ આવડતી હોવું ફરજિયાત બનાવ્યું છે. હાલ આ ભરતી ચાલી રહી છે. ગત 24મી ઓગસ્ટે લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારોમાંથી મેરિટમાં આવ્યા હોય તેના માટે ગુરુવારે શેઠ હાઇસ્કૂલ ખાતે સાઇકલ આવડે છે કે કેમ તેની પ્રેકિટકલ પરીક્ષા રાખવામાં આવી છે. મનપાએ મુકાદમની ભરતી માટે જાહેરાત બહાર પાડ્યા બાદ 80થી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યા હતા. વર્ગ-4 માટેની આ ભરતીમાં પ સફાઇ કામદારોની ભરતી કરવાની છે.

તેઓએ વોર્ડ ઓફિસમાં જ કામ કરવાનું છે તેમ ઠેરવીને સાઇકલ આવડતી હોવાનું ફરજિયાત બનાવ્યું છે. મુકાદમની ભરતી માટે ગત 24મીઓગસ્ટે લેખિત પરીક્ષામાં 80થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેનું પરિણામ જાહેર થયા બાદ મેરિટમાં જેમને સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયા હોય એવા 10 ઉમેદવારો પસંદ કરાયા છે. તેમાંથી પાંચની ભરતી કરવા માટે લાયકાત સાઇકલ આવડતી હોવાનું નક્કી કરાયું છે. ગુરુવારે સાંજે 4 થી 6 આ તમામ દસેય ઉમેદવારોની સાઇકલ ટેસ્ટ પી એન્ડ ટી વી શેઠ હાઇસ્કૂલ ખાતે રાખવામાં આવી છે.

હજુ અનેક કર્મચારીઓને સાઇકલ એલાઉન્સ મળે છે!

વર્ગ-4ના કર્મચારીઓને સાઇકલ આવડતી હોવાનો નિયમ વર્ષોથી ચાલ્યો આવે છે. એકાઉન્ટ શાખાના ચોપડે આજે પણ અનેક કર્મચારીઓને સાઇકલ એલાઉન્સરૂપે વધારાનું ભથ્થુ ચૂકવવામાં આવતું હોવાનું જાણવા મળે છે.