તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Current Season Cumin Increased Exports, Increasing Farmers Income

ચાલુ સિઝનમાં જીરુંની નિકાસ વધી, ખેડૂતોની આવક વધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગત નાણાકીય વર્ષની સરખામણીએ નિકાસમાં ૨૦૧૨-૧૩માં ૪૬ ટકાનો વધારો થયો હતો જે ગત વર્ષ કરતા થોડો વધારે હતો

વિશ્વના અન્ય દેશોમાં જીરુંનું ઓછું ઉત્પાદન રહેતા વિશ્વબજારમાં ભારતીય જીરુંની ડિમાન્ડ ખૂબ સારી છે જેના પગલે વર્ષ ૨૦૧૨-૧૩માં જીરુંની નિકાસમાં નોંધનીય ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં જીરુંની નિકાસ ૪૫,૫૦૦ ટન હતી જે વર્ષ ૨૦૧૨-૧૩માં વધીને ૭૯,૯૦૦ ટન થઇ છે. ચીનની ડિમાન્ડ વધુ રહેતા જીરુંની નિકાસ વધી હોવાનું નિકાસકારોનું કહેવું છે.

ચાલુ સિઝનમાં દેશમાં જીરુંનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ વધુ છે. સિઝન દરમિયાન નિકાસ માગ સારી રહી છે. રાજકોટ સ્થિત જીરુંના વેપારીના કહેવા પ્રમાણે આ સિઝનમાં નિકાસ વધી છે કારણકે તુર્કી અને સિરિયાથી થતી નિકાસ ઘટી છે. તુર્કીમાં પાક ઓછો હતો અને સિરીયામાં રાજકીય સ્થિતિ ખરાબ રહેતા નિકાસ ઘટી છે જેના કારણે ભારતીય જીરુંની માગમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ ચીનનો પાક ઓછો હોવાથી ચીનની ખરીદી ખૂબ મોટી હોવાથી નિકાસ માગ જળવાઇ રહી હતી. તુર્કી, સિરિયાની સરખામણીએ ભારતીય જીરુંના ભાવ ઓછા હોવાથી ચીનની લેવાલી સતત ચાલુ રહી હતી.

સ્પાઇસ બોર્ડ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૨-૧૩ નાણાકિય વર્ષમાં જીરુંનું એક્સપોર્ટ સૌથી વધારે થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નિકાસ અંદાજે ૭૬ ટકા વધીને ૭૯,૯૦૦ ટન સુધી પહોંચી છે. ભારત વૈશ્વિક બજારમાં જીરુંની નિકાસમાં ભારત મોખરે છે. યુકે, યુએસએ, ચીન, નેપાળ, બ્રાઝિલ, મલેશિયા અને પાકિસ્તાન ભારતીય જીરુંના મુખ્ય ખરીદદાર દેશો છે. ભારતમાં જીરુંનું વાવેતર ઓક્ટોબરમાં શરૂ થાય છે અને ફેબ્રુઆરીમાં માલ બજારમાં આવે છે. જીરુંની સિઝન જુલાઇ સુધી ચાલે છે તેમ વેપારીઓનું કહેવું છે. ભારતમાં જીરુંનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

- ચીનમાં નવો પાક કેવો રહેશે તેના પર નિકાસનો આધાર

નિકાસકાર જીતુભાઇ અદાણીના કહેવા પ્રમાણે આ વર્ષે કુલ નિકાસ પૈકી ૪૦ ટકા નિકાસ ચીનમાં થઇ છે કારણકે ત્યાં ઉત્પાદન ઓછું હતું. ચીનનો નવો પાક જુલાઇ-ઓગસ્ટમાં શરૂ થશે આ વર્ષે પાકની સ્થિતિ કેવી છે અને ગર્વમેન્ટની પોલિસી કેવી રહેશે તેના પર જીરુંની નિકાસનો આધાર રહેશે. ચીનની ડિમાન્ડ ઘટી જાય તો સ્થાનિક બજારમાં ભાવમાં થોડો ઘટાડો પણ આવી શકે.

- ૩૦ ટકા માલ ખેડૂતો, સ્ટોકિસ્ટો પાસે

નવા જીરુંની આવક ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ ઉત્પાદન પૈકી લગભગ ૬૦-૭૦ ટકા માલ નીકળી ગયા છે. હવે ખેડૂતો અને સ્ટોકિસ્ટોના હાથમાં લગભગ ૩૦ ટકા માલ હોવાની બજારમાં ચર્ચા છે. જૂનના આખરથી જીરુંની ડિમાન્ડ ઘટી જાય છે.


- છેલ્લા પાંચ વર્ષમાં થયેલી જીરુંની નિકાસ

વર્ષ નિકાસ(ટન)
૨૦૦૮-૦૯ ૫૨,૫૫૦
૨૦૦૯-૧૦ ૪૯,૭૫૦
૨૦૧૦-૧૧ ૩૨,૫૦૦
૨૦૧૧-૧૨ ૪૫,૫૦૦
૨૦૧૨-૧૩ ૭૯,૯૦૦