રાજકોટ: ધ્રાંગધ્રા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 48 કલાક સુધી પાણી નહીં મળવાની ભીતિ

રાજકોટ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીકની નર્મદા કેનાલમાં ગાબડું પડતાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે દુષ્કાળમાં અધિકમાસ જેમ પાણી વિતરણ ફરી એકવાર ડખે ચડ્યું છે. જોકે, તંત્ર આ ગાબડું રિપેર થઇ ગયું હોવાનો દાવો કરે છે પણ હજી પાણી વિતરણ પૂર્વવત થતા 48 કલાક જેવો સમય લાગશે તેમ પણ કહે છે.
ધ્રાંગધ્રા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતાં પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો છે. તંત્ર દ્વારા આ ગાબડું પૂરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. પરિણામે આ ગાબડું રિપેર થઇ ગયું છે, પણ પાણી વિતરણમાં હાલના તબક્કે વિક્ષેપ ઊભો થયો છે.

રાજકોટને ફરી નર્મદા ઓછું મળ્યું, આજી-ન્યારી પર બોજ

રાજકોટને દૈિનક પાણી વિતરણ માટેનર્મદા નીર 180 એમએલડી જોઈએ છે. શનિ, રવિ એક ટીપું ન મળ્યા બાદ સોમવારે અને સતત બીજા દિવસે મંગળવારે માત્ર 108 એમએલડી જ મળતા વિતરણ વ્યવસ્થા પાટે ચડતી નથી. નર્મદાની ઘર પૂરી કરવા આજી અને ન્યારી ડેમ પર વધારાનું ભારણ નાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, છેલ્લા પખવાડિયામાં 10 દિવસ નર્મદાના ઓછા નીર મળ્યા છે.