તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ: સદ્દગુરુ, ઇમ્પિરિયલ હાઇટસ, કિંગ્સ પ્લાઝામાં મિલકત સીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમુકે સ્થળ પર બાકીવેરાના ચેક લખી આપ્યા

રાજકોટ: મહાપાલિકાએ રૂ.10 હજારથી માંડી રૂ.1 લાખથી વધુ રકમનો વેરો બાકી હોય એવા બાકીદારોનું હિટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એ પૈકી આજી જીઆઇડીસી, સદ્દગુરુ, ઇમ્પિરિયલ હાઇટસ, કિંગ્સ સહિતના સ્થળે અડધો ડઝન મિલકત સીલ કરી દેવામાં આવી હતી.

મનપાની ઇસ્ટ ઝોનની ટેક્સ બ્રાન્ચે આજી વસાહતમાં રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાકીદારોને સાણસામાં લીધા હતા. અહીં ચાર કારખાનાઓ સીલ કરી દેવામાં આવ્યા હતા. જો કે એ પૈકી ત્રણ બાકીદારોએ સ્થળ પર બાકીવેરાનો ચેક આપી દેતાં તેના તાળાં ખોલી નાખવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આસામીનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રૈયા રોડ પર આવેલા સદ્દગુરુ કોમ્પ્લેક્સમાં શોપ નં.29ના માલિક પાસેથી રૂ.1.30 લાખની વસૂલાત કરવા માટે, દોઢસો ઇમ્પિરિયલ હાઇટસમાં સી-902ના માલિક પાસેથી રૂ.4 લાખનો વેરો, વિદ્યાકુંજ મેઇન રોડ પર આવેલા ગોલ્ડન સુપર માર્કેટનો રૂ.2 લાખનો વેરો તેમજ અમીન માર્ગ પર આવેલા નિલઝર એપાર્ટમેન્ટ અને હોલિડે કોર્પોરેટમાં એક-એક મિલકત સીલ કરી દેવામાં આવી હતી.

દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં યાજ્ઞિક રોડ પર આવેલા કિંગ્સ પ્લાઝામાં બે યુનિટને જપ્તીની નોટિસ આપવામાં આવતા બાકીદારોએ રૂ.1.14 લાખ ચૂકવી આપ્યા હતા, જ્યારે પંડિત એપાર્ટમેન્ટમાં સીતારામ પ્રતાપરાય પંડિતની માલિકીનો ફ્લેટ નં.9 અને 10ના રૂ.1.36 લાખના વેરાની બાકી રકમ જમા કરાવી દીધી હતી.