પાણીનું આયોજન ન થાય તો ગાંધીનગરમાં આંદોલન:કોંગ્રેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુખ્યમંત્રી બીજી જાહેરાતો બંધ કરી રાજકોટનું જળસંકટ દૂર કરે:આવેદન અપાયું મેઘરાજા વરસ્યા પણ જળસ્ત્રોતો સમાન કોઇ ડેમમાં પાણીની જોઇએ તેટલી આવક નહીં થતાં રાજકોટમાં બે મહિના ચાલે તેટલું જ પાણી છે. ત્યારે આજે શહેર કોંગ્રેસ મ્યુનિ.કમિશનરને પાણીનું આગવું આયોજન કરવાં આવેદન પત્ર પાઠવ્યું હતું. જો આયોજન નહીં થાય તો આ આંદોલન ગાંધીનગરમાં કરાશે તેમ કોંગ્રેસનાં કાર્યવાહી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું. રાજકોટના જળાશયોમાં માત્ર ૩ મહિનાનુ પાણી છે. ત્યારબાદ જળસંકટ ગંભીર બનશે એ સંજોગોમાં ગંભીર સમસ્યામાંથી ઉગારી લે તેવી કોઇ જાહેરાત કરે મુખ્યમંત્રી મોદી નહીં કરે તો કોંગ્રેસ આઠ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. પછી રાજકોટના લોકોનો મોરચો ગાંધીનગર સુધી લઇ જવાશે. રાજકોટથી જનતાને પાણી પાણી કરી દેવાનું વચન આપવામાં આવ્યું હતું. હવે તો શહેરની જનતાને પીવાનું પાણી પણ દરરોજ પૂરતી માત્રામાં મળતું નથી ત્યારે હવે યોગ્ય આયોજન કરવાનો સમય આવી ગયો છે તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.