મેડિકલ કોલેજમાં પ્રવેશના નામે મોરબીના છાત્ર સાથે છેતરિંપડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે શખ્સોએ રૂપિયા ૧૦ લાખ લઇ લીધા બાદ એડમિશન તો ન અપાવ્યું ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું

કણૉટકની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવી દેવાના બહાને મોરબીના સાયન્સના વિદ્યાર્થી પાસેથી રૂપિયા ૧૦ લાખ લઇ લીધા બાદ બે શખ્સોએ એડમિશન ન અપાવ્યું પરંતુ, ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દેતાં છેતરિંપડીનો ભોગ બનનાર છાત્રએ મોરબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉચ્ચ અભ્યાસ અર્થે બહારગામ કે રાજ્ય બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો મોરબીમાં બહાર આવ્યો છે. મોરબીના કાલિકાપ્લોટ વિસ્તારમાં રહેતા નીતિન બચુભાઇ ગોગરા (ઉ. વ. ૧૮) એ કણૉટકના બાગલકોટ શહેરની બીવીસીગંગા મેડિકલ કોલેજમાં એડમિશન અપાવી દેવાની જાહેરાત વાંચ્યા બાદ એડમશિન મેળવવા માટે કણૉટકના શંકર રેડ્ડી ઉર્ફે મુરલી અને સતીષભાઇનો સંપર્ક કર્યો હતો. આ બન્ને શખ્સોએ મેડિકલ કોલેજમાં એડમશિન અપાવી દેવાના બહાને રૂ. ૧૦ લાખ ભરવાનું જણાવતા વિદ્યાર્થીએ રૂ. ૧૦ લાખ ભરી દીધા હતા.

પરંતુ, ત્યારબાદ લાંબા સમય સુધી આ બન્ને શખ્સો તરફથી કશી જ આગળની કાર્યવાહી ન થતાં યુવાને આ બન્ને શખ્સોનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ શખ્સો તરફથી કશો જ પ્રત્યુત્તર ન મળતા યુવાનને પોતે છેતરાઇ ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી, આ યુવાને બન્ને શખ્સો વિરુધ્ધ મોરબી શહેર પોલસમાં ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે ફરિયાદ કણૉટક ખાતે મોકલી આપી છે.

ઉચ્ચઅભ્યાસ માટે કોલેજોમાં એડમશિન અપાવી દેનારા દલાલોનો રાફડો ફાટ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આવા લેભાગુ તત્વો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા ચોકસાઇ કરવી જરૂરી બની ગયું છે.