તમે કે.બી.સી.માં સિલેક્ટ થયા છો, બેંકમાં રૂ. ૬પ૨પ ભરો, કે.બી.સી.ના નામે છેતરપિંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કે.બી.સી.ના નામે છેતરપિંડી કરતી ગેંગ કાર્યરત

છેતરપિંડી અને કૌભાંડ કરનારાઓએ એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. આઘાતજનક વાત એ છે કે, હવે 'કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમના નામે પણ લોકોને ખંખેરી લેવા એક ગેંગ કાર્યરત થઇ છે. રાજકોટના એક નાગરિકને એ અનુભવ થયા બાદ તેમણે આપેલી વિગતો પરથી અન્ય કોઇ છેતરાઇ ન જાય તે માટે આ ઘટના અત્રે રજૂ કરવામાં આવી છે.

વિગત એવી છે કે, રાજકોટની દરજી બજારમાં દુકાન ધરાવતા અનવરભાઇ વખારિયાએ 'કે.બી.સી.’ માં બિગ-બી સામે હોટ સીટ ઉપર બેસવાનું સ્વપ્ન નિહાળ્યું હતું. ગત મે-જૂનમાં તેમણે એસ.એમ.એસ.થી કે.બી.સી.ના ૧૦ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમના બધા જવાબ સાચા હતા. પણ, કમનસીબે ત્યારબાદ તેમને કેબીસી તરફથી કોઇ સૂચના કે જવાબ મળ્યા નહીં.

દરમિયાનમાં, તેમણે જે મોબાઇલ ફોન દ્વારા મે-જૂનમાં એસ.એમ.એસ. થી જવાબ આપ્યા હતા. એ મોબાઇલ ફોન ઉપર કોઇ મી. સુશિલકુમાર નામના શખ્સનો ૦૮૬પ૧૯પ૧૯૧૯ નંબર ઉપરથી ફોન આવ્યો. એ સુશિલકુમારે પોતાની ઓળખ અગાઉ કે.બી.સી.માં રૂા. ૧ કરોડ જીતનાર અને રાતોરાત સેલિબ્રિટી બની જનાર બિહારના વિજેતા સ્પર્ધક તરીકે આપી. તેણે અનવરભાઇને જણાવ્યું કે, અનવરભાઇ કે.બી.સી.માં ફાસ્ટેસ્ટ િંફગર ફસ્ર્ટ સ્ટેજ માટે ઓનલાઇન સિલેક્ટ થઇ ગયા છે.

આ સમાચાર સાંભળીને અનવરભાઇ ખુશીથી ઉછળી પડયા. સુશિલકુમારે તેમને તેમનું ઈ-મેઇલ આઇ. ડી. એસ. એમ. એસ. કરવા જણાવ્યું. અનવરભાઇએ એ અંગેનો એસ. એમ. એસ. કર્યા બાદ સુશિલકુમારે વળતો ઈ-મેઇલ મોકલી આઇ. ડી. પ્રૂફ અને ફોટા મગાવ્યા. અનવરભાઇએ એ પણ ઈ-મેઇલ દ્વારા મોકલી આપ્યા.
બાદમાં, સુશિલકુમારે એક ફોર્મ મોકલ્યું અને ફોન કરી એ ડાઉનલોડ કરવા અનવરભાઇને સૂચના આપી. થોડી કલાક પછી સુશિલકુમારે ફરી એક વખત ફોન કર્યો અને એ ફોર્મની શરત નંબર ૩૦માં જણાવ્યા મુજબ એસ. બી. આઇ. બેન્કમાં કે.બી.સી. ઇવેન્ટ મેનેજરના ખાતામાં રૂા. ૬પ૨પ ભરવા જણાવ્યું.
પૈસા ભરવાના આ મુદ્દે અનવરભાઇને શંકા ગઇ. તેમણે વિચારવા માટે સમય માગ્યો. એ પછી સુશિલકુમારના અત્યાર સુધીમાં સાત ફોન આવી ગયા છે. છેલ્લે તો સુશિલકુમારે એવું કહ્યું કે, અનવરભાઇ ઉપર વિશ્વાસ રાખીને તેણે ખુદે એ પૈસા કે.બી.સી.માં જમા કરાવી દીધા છે.. એવું કહીને એણે અનવરભાઇ પાસે ઉઘરાણી ચાલુ રાખી છે.

કે.બી.સી. ની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇ ખૂબ વ્યવસ્થિત રીતે આ રીતે લોકોને ખંખેરતી ટોળકીએ આવા અનેક લોકોને છેતર્યા હશે. અનવરભાઇ ઇચ્છે છે કે, આવી ગેંગથી લોકો સાવચેત રહે. પોલીસે ખુદ આવા કિસ્સામાં જાતે તપાસ કરી. આવી ચારસો વીસી આચરતા લોકોને પકડવા જોઇએ તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે.

કે.બી.સી. ની પસંદગી પ્રક્રિયા તો ખૂબ પારદર્શક છે

''એસ. એમ. એસ. દ્વારા ૧૦ પ્રશ્નોના સાચા ઉત્તર આપનારાઓ પૈકીના સ્પર્ધકોનો ડ્રો થાય છે. તેમાંથી પસંદગીના લોકોને ત્રણ વખત ફોન ઉપર પ્રશ્ન પૂછવામાં આવે છે અને નિર્ધારિત સમયમાં સાચો જવાબ આપનારા સ્પર્ધકોને બાદમાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ તથા ઓડિશન ટેસ્ટ લેવાય છે. ત્યારબાદ, નસીબદાર વિજેતાઓ ફાસ્ટેસ્ટ િંફગર ફસ્ર્ટના સ્ટેજ સુધી પહોંચે છે.’’ આ સુશિલકુમારે જણાવ્યા મુજબની અન્ય કોઇ પસંદગી પ્રક્રિયા નથી. પસંદ થયેલા સ્પર્ધકો એક પણ તબક્કે ક્યાંય એક પણ પૈસો ભરવો પડતો નથી. દિલીપ આચાર્ય ઓડિશન સ્ટેજ સુધી પહોંચેલા રાજકોટના નાગરિક.

કૌભાંડકારોની છેક કે.બી.સી. સુધી પહોંચ

અનવરભાઇએ જે મોબાઇલ ફોનમાંથી એસ. એમ. એસ. દ્વારા જવાબો આપ્યા હતા તેનું સીમકાર્ડ તેમના પત્નીના નામે છે. કૌભાંડકારોએ સીમકાર્ડ ઉપરથી નામ મેળવ્યું હોય તો એ નંબરધારક તરીકે અનવરભાઇના પત્નીનું નામ મળવું જોઇએ. પણ, સુશિલકુમારે ફોન કર્યો ત્યારે સીધો જ અનવરભાઇના નામનો ઉલ્લેખ કર્યો હતો. મતલબ કે કે.બી.સી. માં અનવરભાઇના નામે એસ. એમ. એસ. થયા હતા એ ગુપ્ત માહિ‌તી આ ગેંગ પાસે હતી. તાત્પર્ય એ કે, કે.બી.સી.માં પણ આ ગેંગના મૂળિયા હોવા જોઇએ.

બેન્ક એકાઉન્ટ નંબર અંગે સસ્પેન્સ

સુશિલકુમારે મોકલેલા ફોર્મમાં કે.બી.સી.ના ઇવેન્ટ મેનેજરનો બેન્ક એકાઉન્ટ નંબર નથી આપ્યો. આ સુશિલકુમારે અનવરભાઇને એસ. બી. આઇ. માં જઇ અને ત્યાંથી ફોન કરવા સૂચના આપી હતી અને ત્યારે જ તેમને એસ. એમ. એસ. દ્વારા એકાઉન્ટ નંબર આપવામાં આવતો તેમ જણાવ્યું હતું. એકંદરે આ આખું પ્રકરણ એક મહાકૌભાંડ હોવાનું સ્પષ્ટ બન્યું છે.