રાજકોટમાં શનિવારથી ચેલેન્જર ટ્રોફી, સ્ટાર ક્રિકેટરો રાજકોટના આંગળે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના નવનિર્મિત ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી શનિવારથી બીસીસીઆઇ દ્વારા એન.કે.પી. સાલ્વે ચેલેન્જર વન ડે ટ્રોફીનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર દિવસ ચાલનારી આ ટૂનૉમેન્ટમાં ભારત એ, ભારત બી અને આ વર્ષની વિજય હજારે વન ડે ચેમ્પિયન બંગાળની ટીમ ભાગ લઇ રહી છે. તમામ મેચ ડે એન્ડ નાઇટમાં રમાશે. તમામ મેચ બપોરે અઢી વાગ્યે શરૂ થશે. ટુનૉમેન્ટમાં ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ, મુનાફ પટેલ જેવા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યાં છે. તા.૨ના રોજ ટૂનૉમેન્ટનો ફાઇનલ મેચ રમાશે.

- કઇ ટીમ ક્યારે રમશે

તા.૨૯ શનિવારે પ્રથમ મેચ વેસ્ટ બંગાળ અને ભારત-એ ટીમ વચ્ચે, તા.૩૦ રવિવારે બીજો મેચ ભારત-એ અને ભારત-બી ટીમ વચ્ચે, તા.૧ સોમવારે ત્રીજો મેચ વેસ્ટ બંગાળ અને ભારત-બી ટીમ વચ્ચે, જ્યારે તા.૨મંગળવારના રોજ ફાઇનલ મેચ રમાશે.

- ભારત-એ સ્કવોડ

એસ.બદ્રીનાથ (કપ્તાન), ઉદિત બીરલા, ઇકબાલ અબ્દુલ્લા, અભિમન્યુ મિથુન, મનીષ પાંડે, યુસુફ પઠાણ, ઇશાંત શર્મા, પરવિંદર આવના, શીખર ધવન, દિનેશ કાર્તિક, પ્રજ્ઞાન ઓઝા, હર્ષલ પટેલ, અજિન્ક્યા રહાને

- ભારત-બી સ્કવોડ

ચેતેશ્વર પૂજારા (કપ્તાન), બાબા અપરાજીત, રોબીન બીસ્ત, રવીન્દ્ર જાડેજા, પ્રવીણ કુમાર, મુનાફ પટેલ, મુરલી વિજય, શ્રીકાંત અનિરુધ્ધ, સ્ટુઅર્ટ બિન્ની, હરમિત સિંઘ, કેદાર જાદવ, રોહિત મોટવાની, સંદપિ શર્મા અને ઉમેશ યાદવ

- વેસ્ટ બંગાળ સ્કવોડ

રિિધ્ધમાન સહા (કપ્તાન), લક્ષ્મી રતન શુક્લા, શ્રીવત્સ ગોસ્વામી, ઇરેશ સકશેના, જયોજિત બાસુ, રીતમ પોરેલ, અનૉબ નંદી, સૌરવ સરકાર, દેવબ્રતા દાસ, સંદપિાન દાસ, રવિકાંત સિંઘ, સયાન શેખર મંડલ, આલોક શર્મા, વીર પ્રતાપ સિંઘ, સુભોમોય દાસ