તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Cemetery That Had Occurred In The Mutton Market Driving

સ્મશાનની સામે ચાલુ થઇ ગયેલી મટન માર્કેટનો સફાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફૂલછાબ ચોક, સદર, રૈયા રોડ સહિતના વિસ્તારમાં રોડ પર ભરાતી નોનવેજ માર્કેટ સામે પણ તંત્ર હિંમત ક્યારે દાખવશે?

શહેરના રામનાથપરા સ્મશાન સામે જ નદી કાંઠે વ્યવસ્થિત કાપડની આડસ કરીને શરૂ થયેલી મટન માર્કેટમાં આજે મનપાની જગ્યા રોકાણ શાખા ત્રાટકી હતી. પહેલા પાથરણાં કરીને ઇંડાં, મટન વેચવાનું શરૂ થયું. એક વેપારી બાદ ધીમેધીમે સંખ્યા વધતી ગઇ અને પછી રેંકડી રાખીને થડા જેવું વ્યવસ્થા કરી નાખવામાં આવી હતી.

મનપાની એસ્ટેટ શાખાને એવી ફરિયાદ મળી હતી કે, રામનાથપરા સ્મશાનની બરોબર નજીકમાં જ ઇંડા-મટનનું વેચાણ થાય છે. જેનાથી મૃતકોનો મલાજો જળવાતો નથી. આ ફરિયાદ મળતા જ આજે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પી.પી.વ્યાસે એસ્ટેટ શાખાને આદેશ આપતા સાંજે સ્થળ પર જઇને રેંકડી સહિતનો માલસામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તપાસ કરતાં એવું માલૂમ પડ્યું હતું કે, શરૂઆત પાથરણાથી થઇ હતી. એ પછી એક રેંકડી ઊભી રહી અને પછી સંખ્યા વધતી ગઇ.

બાદમાં ઉપર મંડપની જેમ કાપડની આડસ કરીને વ્યવસ્થિત જગ્યા ઊભી કરી લેવામાં આવી હતી. બીજીબાજુ હાલ ફૂલછાબ ચોકમાં, સદરમાં, રૈયા રોડ પર, દોઢસો ફૂટ રિંગ રોડ સહિતના સ્થળે જાહેરમાં જોઇને ચિતરી ચડી જાય એ રીતે રેંકડીઓમાં માંસ-મટન ટિંગાતા હોય છે. આ અગાઉ તત્કાલીન મ્યુનિ. કમિશનર બ્રહ્મભટ્ટે ફૂલછાબ ચોકમાંથી સફાયો કરી ત્યાં કાયમી ચેકિંગ બંદોબસ્ત મૂકી દીધો હતો. આજે ફરી એ જ હાલત છે. આવા સ્થળથી મનપાની જગ્યા રોકાણ શાખાનો મોટો હપ્તો જતો હોવાના આક્ષેપ અગાઉ પણ થયા હતા.