રાજકોટ: આ ખેંચાયો ચેઇન, આ ચોરાયા બૂટ, એ..ભાગ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રેરણા ; ગુનાખોરીને અંકુશમાં લેવી હોય તો પ્રજાએ પણ જાગૃત બનવું પડશે
- એસ્ટ્રોન સોસાયટી સીસીટીવી કેમેરાથી આરક્ષિત : ચાર માસમાં પાંચ ગુનાના ભેદ ઉકેલાયા


શહેરમાં ચોરી,લૂંટ,ચીલઝડપ જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આ પ્રકારના મોટા ભાગના ગુનાના ભેદ સીસીટીવી કેમેરાની મદદથી ઉકેલાયા છે. રાજકોટ શહેરને સીસીટીવીથી સુરક્ષિત કરવાનો પોલીસનો પ્રાજેક્ટ હાલ અધ્ધરતાલ છે ત્યારે એસ્ટ્રોન સોસાયટીના રહેવાસીઓએ પોતાની સોસાયટીને સ્વભંડોળથી ઉચ્ચ ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. સીસીટીવી કેમેરાના કારણે આ સોસાયટીમાં ચાર માસમાં ચીલઝડપ, તફડંચી,ઠગાઇ અને છેડતી સહિ‌ત પાંચ ગુનાના ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાઇ ગયા હતા. સીસીટીવી પ્રોજેક્ટનું આજે રવિવારે પોલીસ કમિશનર મોહન ઝાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહિ‌શો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વાંચો આગળ, આ રીતે સોસાયટીને સીસીટીવીથી સજ્જ કરવાની પ્રેરણા મળી. તસવીર: પ્રકાશ રાવરાણી, રાજકોટ