હિ‌ન્દુ કિસાન સંઘની ૧૩૧ મહિ‌લા વગર ટિકિટે પકડાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમદાવાદ-ઓખા ટ્રેનમાં દ્વારકા દર્શને જતી હતી મહારાષ્ટ્રના નાસિક શહેરથી નીકળેલી હિ‌ન્દુ કિસાન સંઘની ૧૩૧ મહિ‌લા કાર્યકરો રાજકોટ રેલવે સ્ટેશન પર ગત મોડી રાત્રિના વગર ટિકિટે પકડાતા આ તમામને પકડી ટિકિટની રકમ તથા દંડ મળી ૪૨ હજારની વસૂલાત કરવામાં આવી હતી. આ અંગે ડી.આર.એમ. વિનય બાપ્તીવાલેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાસિક શહેરથી હિ‌ન્દુ કિસાન સંઘ-મહિ‌લા મોરચાની ૧૩૧ મહિ‌લા નાસિકથી અમદાવાદ આવ્યા બાદ ટ્રેન નં પ૯૨૪૭ લોકલ અમદાવાદ-ઓખા ફાસ્ટ પેસેન્જરમાં જનરલ કોચમાં ટિકિટ લીધા વગર જ ચડી ગઇ હતી. દરમિયાન ટિકિટ ચેક કરી રહેલા ટી.ટી. ચંદ્રેશ આચાર્યએ વાંકાનેર નજીક આ તમામને ચેક કરતા ટિકિટ ન હોવાનું ખુલ્યું હતું. તેમજ આ તમામે ટિકિટ લેવા પણ સાફ ઈન્કાર કર્યો હતો. આ અંગે ટી.ટી. એ રાજકોટ રેલવે સ્ટેશન પર ચીફ ટિકિટ ઈન્સ્પેકટર પી.બી. ત્રિવેદી, દેવેન્દ્રસિંહ શેરાવતને જાણ કરતા ત્વરિત આર.પી.એફ.ની ટુકડી તથા ટિકિટ ચેકિંગ સ્કવોડ બોલાવાઇ હતી. આ ટ્રેન રાજકોટ જંકશન પર પહોંચી ત્યારે મહિ‌લાઓએ ટિકિટ લેવા ઈન્કાર કરતા મહિ‌લાઓ તથા રેલવે સ્ટાફ વચ્ચે જીભાજોડી શરૂ થઇ હતી જો કે રેલવે સ્ટાફે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની ચીમકી આપતા છેવટે આ મહિ‌લાઓ ટિકિટ લેવા તૈયાર થતાં ડી.જી. પંડયા, બી.બી.બુંદેલા, બિપીન રાવલ, આર.એસ.ઓઝા સહિ‌તનો સ્ટાફ કામે લાગ્યો હતો અને અમદાવાદ-ઓખા સુધી ભાડાંના ૬પ તથા ૨પ૦ દંડ મળી ૩૧પ મળી ૧૩૧ મહિ‌લા પાસેથી ૪૨ હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી.તંત્રની તવાઇ ઉતરતા ખુદાબક્સોમાં થોડીવાર નાસભાગ મચી ગઇ હતી. - ૧૨ વર્ષની બાળકીથી માંડી ૮૦ વર્ષની વૃધ્ધા અમદાવાદ-ઓખા ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વગર ટિકિટે પકડાયેલી ૧૩૧ મહિ‌લાઓમાં ૧૨ વર્ષની બાળકીથી માંડી ૮૦ વર્ષની વૃધ્ધા પણ ખુદાબક્ષ તરીકે સામેલ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિ‌લાઓએ નાસિકથી અમદાવાદ પણ વગર ટિકિટે આવ્યાનું કબૂલ્યું હતું.