ઓફિસમાં ધમધમતા જુગારધામ પર દરોડો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સંત કબીર રોડ, ચંપકનગર-૧માં આવેલી એક ઓફિસમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ગતમોડી રાત્રે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જયેશ રાઘવજી સોરિઠયા, મહેન્દ્ર હરિ શીંગાળા, દિલીપ મનસુખ સોલંક, દીપક વિનોદ પરમાર, હરેશ જશવંત સોલંકી અને હિમાંશુ નીતીન નકુમ નામના શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.૪૭૬૦ રોકડા તેમજ ૧૧ હજારની કિંમતના મોબાઇલ મળી કુલ રૂ.૧૫,૭૬૦નો મુદામાલ કબજે કર્યો હતો.