મોરબીમાં દારૂની ૬૬ બોટલ સાથે ૪ શખ્સ પકડાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી નજીક આવેલા પીપળીયા ચાર રસ્તા પાસે બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી દુકાનદાર શેજુ શીવનકુટી નાયર અને દારૂનો જથ્થો આપવા આવેલા વનરાજસિંહ નરપતસિંહ જાડેજાને ૧૬ બોટલ ઇંગ્લીશદારૂ અને બિયર નંગ-૩ સાથે રૂ.૫૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં મોરબી શહેર પી.આઇ.વાણંદને મળેલી બાતમીના આધારે વિસીપરામાં દરોડો પાડી વિજય ધીરૂભાઇ સાથલપરાને દારૂની ૩૬ બોટલ સાથે તેમજ ચીરાગ નવીનભાઇ શાહ(૨-રણછોડનગર) ને ૧૪ બોટલ દારૂ સાથે ઝડપી રૂ.૧૬૦૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.