અન્ડરબ્રિજ નજીક અચાનક કાર સળગી ઊઠતાં નાસભાગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ નજીક અચાનક કાર સળગતાં નાસભાગ મચી ગઇ હતી. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મયંકભાઇ કોટક તેના મામા સાથે સ્વીફટ કાર લઇ રાજકોટ આવ્યા હતા. યાજ્ઞિક રોડ પરથી મામા ભાણેજ કાલાવડ રોડ પર જવા નીકળ્યા હતા અને કાર કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ પાસે પહોંચી હતી ત્યારે અચાનક કારના બોનેટમાંથી આગ ભભૂકી હતી.

ચાલુ કાર સળગતા જ મામા ભાણેજે સતર્કતા દાખવી કાર ઊભી રાખી હતી અને બંને નીચે ઉતરી ગયા હતા. રોડ પર કાર સળગતી હાલતમાં નજરે પડતા અન્ય રાહદારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આ અંગેની જાણ કરાતાં ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.