તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

58 વર્ષે શિક્ષિકાને આવ્યા બબ્બે \'ખોળાના ખુંદનાર\', ટ્વીન્સનો જન્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
58 વર્ષે શિક્ષિકાએ આપ્યો ટ્વીન્સને જન્મ - Divya Bhaskar
58 વર્ષે શિક્ષિકાએ આપ્યો ટ્વીન્સને જન્મ

રાજકોટ: અમરેલી જિલ્લાના વડીયા ગામે રહેતા નિ:સંતાન દંપતિનું સરોગેટ મધરની મદદથી સ્વપ્ન સાકાર થયું હતું અને એક નહીં પરંતુ જોડીયા બાળકોની સંતાન પ્રાપ્તિ થતાં પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. 58 વર્ષે શિક્ષિકાને બબ્બે ખોળાના ખુંદનાર બાળકો આવતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ટ્વીન્સનો જન્મ થતા માતા-પિતા પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
 

28 વર્ષના લાંબા સમય બાદ નિ:સંતાન દંપતિને ત્યાં પારણું બંધાતા પરિવારમાં ખુશીની લહેર
 
આ અંગે રાજકોટના વ્યંધ્યત્વ નિષ્ણાંત ડો.ભાવેશ વિઠ્ઠલાણીએ વિગત આપતાં જણાવ્યું કે, વડીયા ગામે જંતુનાશક દવાનો વેપાર કરતાં મોહનીસભાઇ સીણોજિયા અને તેમના નિવૃત શિક્ષિકા પત્ની લલીતા સંતાન પ્રાપ્તી માટે લાંબા વર્ષોથી ઝંખતા હતા. સંતાન સુખ મેળવવા દંપતિએ અથાગ પ્રયત્નો કર્યા પણ તેમની ઇચ્છા પરિપૂર્ણ ન થઇ. ત્યારે તેમને 28 વર્ષનાં લાંબા ગાળા બાદ અખબારના માધ્યમથી પોતાનો સંપર્ક સાધ્યો હતો. 
 
 
 
વધુમાં ડો.ભાવેશે કહ્યું કે, લલીતાબેન બ્લડ પ્રેશર, ડાયાબીટીશ જેવી અનેક બિમારીથી પિડાતા હોવાથી તેમજ તેમની શારીરિક સ્થિતી જોતા તેઓ ગર્ભનો ઉછેર કરવામાં સક્ષમ ન હતા. પરંતુ લલીતાબેનની જીદથી સરોગેટ મધરની મદદથી અંતે સારવાર શરૂ કરવામાં આવી હતી. જે સારવાર સફળ બનતાં પૂરા મહિને દંપતિને ત્યાં એક નહીં પરંતુ જોડીયા બાળકનો જન્મ થયો. 28 વર્ષના લાંબા સમય બાદ નિ:સંતાન દંપતિને ત્યાં પારણું બંધાતા પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ જવા પામી હતી. દંપતિએ તેમના જોડીયા સંતાનનાં નામ પરમાત્મા અને ધર્માત્મા રાખ્યાં છે. 
 

સંકુચિત માનસને કારણે સૌરાષ્ટ્રમાં નિ:સંતાન દંપતિની સંખ્યા વધુ છે
 
સૌરાષ્ટ્રમાં સંકુચિત માનસને કારણે નિ:સંતાન દંપતિઓની સંખ્યા ખૂબ જ વધુ છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં બધુ જ શક્ય છે. સરોગેટ મધરની મદદથી સંતાન સુખ મેળવવા હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. જેમાં કોઇ મોટો ખર્ચ પણ નથી. નિ:સંતાન દંપતિઓના નિવારણ માટે ફ્રિ વ્યંધ્યત્વ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ 30 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ઇન્દીરા સર્કલ પાસે મા ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં આવા ઇચ્છતાં નિ:સંતાન દંપતિએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 
 
 

60 વર્ષે પિતા બન્યાનો અપાર આનંદ છે: મોહસીનભાઇ 
 
સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં લલીતા સાથે લગ્ન કર્યા બાદ લાંબા સમય સુધી સંતાન સુખ મળ્યું ન હતું. દરમિયાન 28 વર્ષના લાંબા સમય બાદ દાદા બનવાની ઉંમરે આધુનિક યુગમાં તેમજ ઇશ્વરનાં આશિર્વાદથી હું 60 વર્ષે પિતા બન્યો છું. જે મારા માટે ખુબ જ આનંદની વાત છે. હું બેહદ ખુશ છું.
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: મનિશ ત્રિવેદી, રાજકોટ)

અન્ય સમાચારો પણ છે...