તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટઃ બે ‘બાહુબલી’ને જીતાડવા પત્નીઓ મેદાને, ઘરેઘરે ફરી માંગ્યા વોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયભાઇની જીતાડવા પત્ની અંજલીબેન ઘરે ઘરે માગ્યા વોટ તો ઇન્દ્રનીલના પત્ની પણ ઘરે ઘરે માગી રહ્યા છે વોટ - Divya Bhaskar
વિજયભાઇની જીતાડવા પત્ની અંજલીબેન ઘરે ઘરે માગ્યા વોટ તો ઇન્દ્રનીલના પત્ની પણ ઘરે ઘરે માગી રહ્યા છે વોટ

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકોટમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચોકે ચોકે એક જ વાત હોય છે ચૂંટણીની. રાજકોટ પશ્ચિમ 69 બેઠક પર આ વખતે બે બાહુબલી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધનિક ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચે સીધો જંગ જામશે. વિજયભાઇના પત્ની અંજલીબેન અને ઇન્દ્રનીલના પત્ની દર્શનબેન પોત પોતોના પતિની જીત માટે ઘરે ઘરે ફરી વોટ માંગ્યા હતા. અંજલીબેન રૂપાણી આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. 
 
 

આ બેઠક પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની રાજકીય સફરની શરૂઆતની પહેલી ચૂંટણી લડ્યા હતા
 
રાજકોટ 69 વેસ્ટ એ એક એવી ઐતિહાસિક બેઠક છે કે જે બેઠક પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની રાજકીય સફરની શરૂઆતની પહેલી ચૂંટણી લડ્યા હતા. જોકે આ બેઠક પરથી વિજય રૂપાણી લડ્યા હતા અને આજે તે ગુજરાતના મુખ્યમંત્રી છે. સાથો સાથ આ જ બેઠક પરથી ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને હાલના કર્ણાટકના રાજ્યપાલ એવા વજુભાઈ વાળા પણ ચૂંટણી લડી ચૂક્યા છે.
 

આ બેઠક પર 1990થી ભાજપનો છે દબદબો
 
રાજકોટ 69 વેસ્ટ સીટ પર 1990થી ભાજપનો દબદબો છે. જેમાં 2002માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા. જોકે, કર્ણાટકાના રાજયપાલ વજુભાઈ વાળાને બનાવતા આ સીટ ખાલી પડી હતી. 2014ની પેટા ચૂંટણીમાં વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડ્યા હતા અને 24,978 મતની જંગી બહુમતીથી ચૂંટાયા હતા. આ સીટ વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવી રહી છે.
 

બેઠક પર મતદારોની સંખ્યા 
 
મહિલાઃ 1,54,399
પુરુષઃ 1,60,294
થર્ડ જેન્ડરઃ 3
કુલ મતદારોઃ 2,58,580
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો
 
(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ) 

અન્ય સમાચારો પણ છે...