ઉકાળો...

Shailesh Radadiya

Aug 25, 2017, 08:54 AM IST
2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી
2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી
રાજકોટ: રાજકોટ-68 વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટની પશ્ચિમ સીટ પરથી વિજય રૂપાણી ચૂંટણી જીત્યા હતા. આગામી વિધાનસભામાં આ જ સીટ પર સીએમ સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જે તે સમયે આ ધારાસભ્યએ સત્તાવાર 122 કરોડની સંપતિ જાહેર કરી હતી. તેઓ વૈભવી કારોના શોખીન છે. તેમજ સૌરાષ્ટ્રની એકમાત્ર લેમ્બોર્ગીની કાર તેમની પાસે છે. તેઓ 5.68 કરોડના વાહનો ધરાવે છે.
5.68 કરોડના વાહનો
ઇન્દ્રનીલ રાજ્યગુરૂના પુત્ર સ્વરાજે તાજેતરમાં જ મોંઘીદાટ 4.5 કરોડની લેમ્બોર્ગીની કાર લીધી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વાહનોના ભારે શોખીન છે. તેમની પાસે 5.68 કરોડના જુદા જુદા વાહનો છે. તેના 28 વર્ષીય પુત્ર સ્વરાજે લેમ્બોર્ગીની હરિકેન ઇટાલીયન કાર લીધી હતી. ઇન્દ્રનીલે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.
2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી
રાજ્યગુરુ રાજ્યના અમીર ધારાસભ્યોમાં આગળના ક્રમે આવે છે. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. તેમણે પોતાની એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેમની પાસે કુલ 13 વાહનો છે. જેમાં લક્ઝરી કાર્સ, જીપ, ટ્રેક્ટર અને સ્કૂટર પણ છે. રૂપિયા 5.68 કરોડની કિંમતના તો તેમની પાસે વાહનો જ છે. તેમના વાહનોની એક ખાસિયત એ છે કે દરેકના રજિસ્ટ્રેશન નંબરમાં પાછળ 99 હોય જ છે.
ADRના રિપોર્ટમાં ગુજરાત વિધાનસભામાં 74 ટકા MLA કરોડપતિ
2012ની ચૂંટણી બાદ રચાયેલી ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોમાંથી 134 એટલે કે 74 ટકા કરોડપતિ હોવાનું એડીઆરના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. 2007માં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા 31 ટકા જ હતી. ભાજપના 115 ધારાસભ્યોમાંથી 86 કરોડપતિ છે જ્યારે કોંગ્રેસના 61માંથી 43 કરોડપતિ છે. સૌથી વધુ સંપત્તિ સિધ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે રૂપિયા 268 કરોડ જાહેર કરી હતી. બીજા નંબરે ઇન્દ્રનીલ રાજ્યગુરુ. જ્યારે ત્રીજા નંબરે માણાવદરના જવાહર ચાવડાએ રૂપિયા 89 કરોડ જાહેર કરી હતી.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
X
2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી