વરસાદ...

Prakash Parmar

Jul 28, 2017, 08:30 AM IST
કાલે દિવસભર ધીમી ધારે સમયાંતરે વરસાદ પડ્યો
કાલે દિવસભર ધીમી ધારે સમયાંતરે વરસાદ પડ્યો
રાજકોટ: આ વર્ષે મેઘરાજાને રાજકોટ શહેર અતિ ગમી ગયું છે. 15 દિવસ પહેલાં રાજકોટમાં મુકામ કર્યો અને હજુ સુધી મેઘરાજા જવાનું નામ લેતા નથી. બુધવારે રાત્રે રાજકોટીયન્સ ઠંડા વાતાવરણમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે રાત્રે પોણા બે વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે ગુરુવારની વહેલી સવારે 6:00 વાગ્યા સુધી ધીમી ધારે વરસતો રહ્યો હતો. બે કલાકના વિરામ બાદ 9:00 વાગ્યે ફરી વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને સાંજના 6:00 વાગ્યા સુધી સમયાંતરે ઝાપટાં પડતા રહ્યા હતા. બુધવાર રાતથી ગુરુવાર સાંજ સુધીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું . આજે શુક્રવારે સવારથી બપોર સુધી વિરામ લાધી બાદ ફરી 4.30 વાગે ધોધમાર વરસવાનું શરૂ કરી દીધું છે.

72 કલાક હજુ ભારે વરસાદની સંભાવના

રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 72 કલાક સુધીમાં મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેમ છે. ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી સોમવાર સુધી આકાશ સ્વચ્છ થવાની કોઇપણ સંભાવના નથી ત્યારે સૂર્યનારાયણ આગામી મંગળવારે દર્શન દે તેવી શક્યતા છે.

બુધવાર મધરાતથી ગુરુવાર સાંજ સુધી વરસાદ

સેન્ટ્રલ ઝોન 39 મીમી (સિઝનનો 1057 મીમી, 42.38 ઇંચ)
ઇસ્ટઝોન 37 મીમી (સિઝનનો 822 મીમી, 32.28 ઇંચ)
વેસ્ટઝોન 50 મીમી (સિઝનનો 1111 મીમી, 45 ઇંચ)
આગળની સ્લાઈડ્સ વરસાદની અન્ય તસવીરો... (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
X
કાલે દિવસભર ધીમી ધારે સમયાંતરે વરસાદ પડ્યોકાલે દિવસભર ધીમી ધારે સમયાંતરે વરસાદ પડ્યો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી