તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છુ હોનારતમાં મડદા ઉલેચ્યા હતા, ઇન્દિરાએ મોઢે રૂમાલ રાખ્યા\'તા: મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીની મોરબીમાં સભા - Divya Bhaskar
નરેન્દ્ર મોદીની મોરબીમાં સભા

મોરબી: વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન ખુદ પ્રચારમાં ઉતર્યા છે.  મંગળવારે મોડી રાતે રાજકોટ આવી પહોંચ્યા બાદ આજે તેમણે મોરબીમાં જનમેદનીને સંબોધી હતી.  મોદીએ સભા સંબોધનમાં જણાવ્યું હતું કે, કેમ છો બધા, લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે મોરબી આવ્યો હતો. કોણ જાણે કેમ મોરબી સાથેનો મારો નાતો હંમેશા રહ્યો છે. મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. 
 

કોંગ્રેસનો વિકાસ એટલે હેન્ડ પંપ અને ભાજપનો વિકાસ એટલે સૌની યોજના
 
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વિકાસ એટલે હેન્ડ પંપ અને ભાજપનો વિકાસ એટલે સૌની યોજના. અમે સૌરાષ્ટ્રમાં પાણી ઉપર વિચાર્યું હતું. સૌની યોજના થકી ભવિષ્યની અનેક પેઢીઓ પાણીની સમસ્યાથી કરગરશે નહીં. ગુજરાત પાણીદાર બનીને આખી દુનિયાને પાણીદાર બનાવવા માગે છે. આજે મોરબીનું નામ વિશ્વમાં ચમકે છે. 60 હજાર જેટલા પંપીંગ સ્ટેશનો ઉભા કર્યા. ત્યારે સૌ વિચારતા કે આટલું બધું પાણી આવશે ક્યાંથી. 100 માળ જેટલી આખી નદી ઉપર જાય તેવી યોજના બનાવી છે. નેવાના પાણી મોભે ચડાવાનું કામ આ ભાજપે
કર્યું છે. 
 

એક જ કુટુંબે અત્યાર સુધી રાજ કર્યું
 
એક જ કુટંબે દાયકાઓ સુધી રાજ કર્યું છે. તેઓ ગુજરાતની ધરતી પર આવી ગમે તેમ બોલે છે તો શું તેને તમે માફ કરશો? ગુજરાતની જનતા તેમને કોઇ દિવસ માફ નહીં કરે. 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દઇશું. પાટીદારોની સાથે મોરબી ભોજપનો પણ ગઢ ગણાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને કલ્પના નહોતી કે ખેતરમાં પાણી આવશે તે અમે સાકાર કર્યું છે. કોંગ્રેસને દુઃખે છે પેટ ફૂટે છે માથું, બધુ લૂંટાઇ ગયું છે, ધીમે ધીમે તેના બધા દરવાજા બંધ થાય છે. 
 

જીએસટી પર મોદીના ચાબખા
 
મેં કટકી બંધ કરાવી એટલે કોંગ્રેસ મોદીની બૂમો પાડે છે. જીએસટી અંગે ચાબખા મારતા મોદીએ જણાવ્યું હતું કે, મોંઘી સિગરેટ અને શરાબ પર 28 ટકા જીએસટી છે તેને 18 ટકા કરવા માગે છે. શું સિગરેટ અને શરાબ  સસ્તી કરી લોકોમાં નશો વધારવા માગો છો? લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરી શકાય. તમે લોકોનું લૂંટ્યું છે તે મોદી ગરીબ લોકોને આપીને જ જંપવાનો છે. નોટબંધી-નોટબંધી કરી કોંગ્રેસે કકળાટ કર્યો છે. હું એ લોકોને પૂછવા માંગુ છું કે શું તમારૂ કંઇ લૂંટાઇ ગયું છે? 
 

મનમોહન પર નિશાન 
 
મનમોહનસિંહ પર નિશાન સાધી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નર્મદાના દરવાજા નાખવા માટે મારે મનમોહનસિંહને 3 વખત રજૂઆત કરવી પડી હતી તો આવા વડાપ્રધાનને શું કરવા. મનમોહનસિંહની યાદશક્તિ ઉંમરને કારણે ઓછી થઇ ગઇ હોય તેવું લાગે છે. પાણી માટે કાળી મજૂરી કરી છે. આવી સરકારને 100 વર્ષ સુધી હરાવવી જોઇએ નહીં.  તમારા બે હાથમાં લાડુ અને પાંચ આંગળી ઘીમાં, દિલ્હીમાં હું છું, ગુજરાતમાં મોકો ચૂકતા નહીં.
 

આગળની સ્લાઈડ્સ વાંચો, રાજકોટમાં મોદીનું ક્યારે થયું હતું આગમન...
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..
 

(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ/કિશન પરમાર, મોરબી)

અન્ય સમાચારો પણ છે...