સેમસંગ...

Shailesh Radadiya

Aug 09, 2017, 08:39 AM IST
રાજકોટના લોધીકા ખાતે પાટીદાર સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટના લોધીકા ખાતે પાટીદાર સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટ: પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગણી સાથે પાસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત બુધવારે સાંજે રાજકોટના લોધીકા ખાતે પાટીદાર સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા પહેલા હાર્દિકના 15 કિ.મી.ના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં હાર્દિકે રાઘવજી પટેલ પર આડકતરો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નેતાઓને મત દેતા નથી આવડતું, અમારો બળદીયો પણ બિલાડો નીકળ્યો.
રાઘવજી પટેલ પર આડકતરો પ્રહાર કહ્યું, અમારો એક બળદ પણ બિલાડો નીકળ્યો

સભામાં સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. સભામાં હાર્દિક પટેલભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, છેલ્લા 10 દિવસથી પ્રજા ટીવીમાં ભવાઇ, મુજરા અને ડાન્સ જોઇ રહી છે. જ્યાં કોઇ 5 કરોડમાં વેચાય તો કોઇ 10 કરોડમાં વેચાય છે. આમા નેતાઓનો વાંક નથી પણ આપણો વાંક છે કે આપણને નેતા ચૂંટતા નથી આવડતું. જે નેતાઓને મત દેતા પણ નથી આવડતું તે લોકો શું દેશ ચલાવશે?
સરકારની નિષ્ફળ નીતિ લોકો સમક્ષ ખુલ્લી પાડવામાં આવશે
પાટીદાર અનામત આંદોલન સમિતિના સૌરાષ્ટ્રના કન્વીનર લલીતભાઇ વસોયા અને રાજકોટ જિલ્લાના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં પાસ દ્વારા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક છેડે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે જ જાહેરસભા કરીને પાટીદાર સમાજ અને અન્ય સમાજને અનામતના ફાયદા તેમજ સરકારની નિષ્ફળ નીતી લોકો સમક્ષ ખુલ્લી પાડવામાં આવશે.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો
X
રાજકોટના લોધીકા ખાતે પાટીદાર સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતુંરાજકોટના લોધીકા ખાતે પાટીદાર સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી