તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટઃ મંજૂરી ન મળે તો પણ હાર્દિકની સભા થશે જ, \'પાસ\' લડાયક મૂડમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સભાના આગલા દિવસે પાસના યુવાનો શહેરમાં ઘરે ઘરે આમંત્રણ આપવા નિકળ્યા હતા - Divya Bhaskar
સભાના આગલા દિવસે પાસના યુવાનો શહેરમાં ઘરે ઘરે આમંત્રણ આપવા નિકળ્યા હતા

રાજકોટ: રાજકોટના નાનામવા સર્કલ નજીક પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા બુધવારે સાંજે 5 વાગ્યે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભાનું આયોજન કરાયું છે ત્યારે 69-રાજકોટના ચૂંટણી અધિકારી પ્રજ્ઞેશ જાનીએ મંગળવાર સાંજ સુધી જાહેરસભા યોજવાની મંજૂરી ન આપતા ઘર્ષણ થવાનાં એંધાણ મળી રહ્યા છે. રિટર્નિંગ ઓફિસર જાની દ્વારા પોલીસ તંત્ર અને આર.એમ.સી.નો રિપોર્ટ માગવામાં આવ્યો છે.
 
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે અને 69-રાજકોટના આર.ઓ. પ્રજ્ઞેશ જાનીએ જણાવ્યું હતું કે, પાસના કાર્યકર તુષારભાઇ નંદાણી દ્વારા ત્રણ દિવસ પહેલા નાનામવા સર્કલ પાસે દિવાળી બાદનું પટેલ સમાજનું સ્નેહમિલન યોજવું છે તેમ કહી મંજૂરી માગવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ આવે છે તે વાત છુપાવવામાં આવી હતી અને અરજીમાં  મહાક્રાંતિ સભાનો ઉલ્લેખ ન હોય આ અરજી નામંજૂર કરવામાં આવી હતી.
 
આથી તુષારભાઇ નંદાણી દ્વારા મંગળવારે સવારે 69-રાજકોટની કચેરીમાં હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા યોજવા ફરી મંજૂરી માગવા અરજી કરવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય સંબંધિત કચેરીઓના જવાબદાર અધિકારીઓના અભિપ્રાય મગાવવામાં આવ્યા છે. આ અભિપ્રાય આવ્યા બાદ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ધ્યાનમાં લીધા બાદ હાર્દિક પટેલની સભાને મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય કરાશે. હજુ સુધી એકપણ કચેરીનો નિર્ણય આવ્યો નથી.બીજીબાજુ પાસ મહાક્રાંતિ સભા યોજવા મક્કમ હોય બુધવારે સાંજે ઘર્ષણ થવાની ભીતિ પણ વ્યક્ત થઇ રહી છે.
 

મંજૂરી મળે કે ન મળે મહાક્રાંતિ સભા તો થશે જ : પાસ
 
રાજકોટના પાસના કન્વીનર હેમાંગ પટેલે જણાવ્યું હતું કે, નાનામવા સર્કલ પાસે મહાક્રાંતિ સભાની મંજૂરી માટે તંત્રને અરજી કરી છે અને કોર્પોરેશનમાં ગ્રાઉન્ડ ભાડે રાખ્યું છે અને તેના માટેના નાણાં ભરી દીધા છે. આ મેદાનમાં ભાજપ દ્વારા પાટીદાર સંમેલન યોજાયું હોય મંગળવાર સાંજ સુધી અમને ગ્રાઉન્ડનો કબજો મળ્યો નથી. ચૂંટણી તંત્ર અમને મહાક્રાંતિ સભા યોજવા મંજૂરી આપે કે ન આપે સભા તો થશે જ. આ માટે પાસ દ્વારા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અને સભા માટે સમાજના લોકોને ડોર-ટુ-ડોર ફરીને આમંત્રિત કરવામાં આવ્યા છે.
 

સ્નેહમિલન કાર્યક્રમ પૂરો થતાં જ ગ્રાઉન્ડ મનપાને સોંપી દેવાશે
 
આ ગ્રાઉન્ડમાં પાટીદાર સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવા ભાજપે તે  ભાડે રાખ્યું હતું અને મંગળવારે સાંજથી રાતના 10 વાગ્યા સુધી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ ગ્રાઉન્ડનો કબજો કોર્પોરેશનને પરત આપી દેવાશે. - નીતિનભાઇ ભારદ્વાજ, મુખ્યમંત્રીના ચૂંટણી એજન્ટ,69-રાજકોટ
 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...