તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMના ગઢમાં જનમેદની વચ્ચે હાર્દિકનો હુંકારઃ \'ભાજપને પરચો બતાવી દો\'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આક્રમક મૂડમાં હાર્દિક - Divya Bhaskar
આક્રમક મૂડમાં હાર્દિક

રાજકોટ: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધારે જામતો જાય છે. વિજય રૂપાણીના ગઢ એવા રાજકોટમાં આજે હાર્દિક પટેલની  મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે સભાસ્થળ રાખવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી તરફથી સભાની મંજૂરી મળી નથી છતાં સભા થશે તેવી મક્કમતા પાસે કરી હતી. હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું કે, સિંહ જોવા ગીરમાં નહીં રાજકોટમાં મહાક્રાંતિ સભામાં આવ્યો હોત જોવા મળતા. આજે મને અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની યાદ અપાવી દીધી. અમે હવે કોઇ મંજૂરીથી ડરતા નથી. અહીં ભાઇશ્રી આજે મોરબીમાં હતા. અમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે આતંકવાદી નથી.
 

ભાજપને એક વખત પરચો દેખાડવો જરૂરી  છે : હાર્દિ
 
મહાક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની જશે અને પાટીદારોના પ્રશ્નો હલ થશે તેવું નથી, એક વખત શક્તિ દેખાડવી જરૂરી છે. જ્યારે હાર્દિકની સભાનો વિરોધ કરવા નીકળેલા 33 શખ્સની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, ગુજરાતમાં મને એક જગ્યાએ વિકાસ દેખાડો તો આંદોલન બંધ કરી નાખીશ. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતને કોઇ જાતિ સાથે સરખાવાની જરૂર નથી. ભાજપ બે દાયકાથી સત્તા પર છે. પરંતુ યુવાનો સરકારી ભરતીમાં 200માંથી 180 માર્કસ લાવે તો તેને કોલલેટર મળતો નથી. જે સમાજ હક્ક માગે તેને સરકાર ગોળી અને લાઠી આપે છે. હવે પરિવર્તન માટેનો સમય આવી ગયો છે.
 

અમારા નિર્દોષ યુવાનો પર કેસ કર્યા 
 
હાર્દિકે સભામાં વધુ જણાવ્યું હતું કે, સમાજમાં ભાજપે ભાગલા પડાવ્યા, અમે સતા પહોંચ્યા છતાં અધિકારીની વાત કરી તો પણ અત્યાચાર કર્યો છે. નિર્દોષ યુવાનો પર કેસ કર્યા. કોંગ્રેસનો એજન્ટ કહેતા હોય તો છીએ. કારણ કે અમે આતંકવાદને તો સપોર્ટ કરતા નથી. અમારી જમીન લઇ લીધી છતાં યુવકોને એડમીશન મળતું નથી એટલે વિરોધ કરીએ છીએ કારણ કે અમે પટલાણીના પેટના છીએ. 9મી નવરા, 14મીએ ચૌદશીયા અને 18મી આપણી તારીખ છે.ય 182 નપુસંકને સતા સોંપી છે. મોંઘવારી વધી ગઇ છે. અમદાવાદનો રિવરફ્રન્ટનો જ વિકાસ થયો છે.

રાજકોટ એટલે ગુંડાનો અડ્ડો
 
રાજકોટ એટલે ગુંડાનો અડ્ડો, રાજકોટમા જમીન કબ્જે કરવાવાળાઓનો અડ્ડો છે. વ્યાજખોરોનો આતંક છે, રોજગારી નથી, ધંધો  નથી, એટલે બપોરે 2થી 4 બંધ રાખવું પડે છે. વિજયભાઇ માત્ર પ્રવક્તા જ છે મુખ્યમંત્રી નથી. તમે સીએમ છો તો તમે રાજકોટ કેમ રહો છો. મને એમ કહે કે તુ છોકરો છે પણ હું દેખાડી દઇશ., કાર્યાલયે ભજીયા પાર્ટી કરી મતદારો ખરીદવાની વાત થાય છે. ગુજરાતમાં વિકાસ બતાવો તો આ આંદોલન બંધ કરી દઇશ.
 

હાર્દિકની સભા પૂર્વે તેના બેનર પર શાહી રેડાઇ
 
રાજકોટમાં હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા પૂર્વે બપોરે સભા સ્થળ નજીક મુકાયેલા હાર્દિક પટેલના બેનર ઉપર કોઇ કાળી શાહી રેડી ગયું હતું. આ ઉપરાંત હાર્દિક વિરુધ્ધના લખાણ સાથેના બેનર પણ કોઇ મુકી ગયું હતું. આ ઉપરાંત હાર્દિકે પ્રવેશવું નહીં એ સહિતના વિવિધ વિરુધ્ધના લખાણવાળા બેનર પણ કોઇ મુકી ગયું હતું. જો કે આ બાબતે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.
 
 

પરેશ રાવલને લાફાવાળી કરનારનું સન્માન
 
મહાક્રાંતિ સભામાં હાર્દિક પટેલનું ક્ષત્રીય સમાજ, રાજપૂત સમાજ, સોની સમાજ, દલિત સમાજ, ભરવાડ સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું. તાજેતરમાં રાજકોટમાં ભાજપના સાંસદ અને કલાકાર પરેશ રાવલે કરેલા વિધાનોથી નારાજ થઇ કરણીસેનાના જે સભ્યોએ લાફાવાળી કરી તે સભ્યોનું હાર્દિક પટેલે સન્માન કર્યું હતું.
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો
 
(તસવીરો: પ્રકાશ રાવરાણી/રવિ ગોંડલિયા, રાજકોટ)

અન્ય સમાચારો પણ છે...