ચાંદી...

Shailesh Radadiya

Aug 23, 2017, 08:46 AM IST
રાજકોટમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ મંગળવારે વધુ ચાર માનવ જિંદગીનો ભોગ લીધો છે.
રાજકોટમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ મંગળવારે વધુ ચાર માનવ જિંદગીનો ભોગ લીધો છે.
રાજકોટઃ રાજકોટમાં હાહાકાર મચાવતા સ્વાઇન ફ્લૂનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના આરોગ્ય વિભાગની એક સ્પેશિયલ ટીમ ગુજરાતની મુલાકાતે છે. આ ટીમ અમદાવાદ બાદ રાજકોટ આવી પહોંચી છે. સ્વાઇન ફ્લૂ મહામારીને કારણે રાજ્યભરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા અવિરતપણે વધી રહી છે. ત્યારે બુધવારે વધુ ત્રણ વ્યક્તિનાં મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, તો આ પહેલા મંગળવારે 4 દર્દીના મોત થયા હતા. ત્યારે રાજકોટમાં હજુ પણ 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 3 સસ્પેક્ટેડ દર્દી નોંધાયા છે.
નિષ્ણાત તબીબની એક ટુકડી રાજ્યની મુલાકાતે
સ્વાઇન ફ્લૂની મહામારીને અટકાવવા માટે નિષ્ણાત તબીબની એક ટુકડી રાજ્યની મુલાકાતે આવી છે. જે નિષ્ણાત તબીબો બુધવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજકોટની મુલાકાતે એમ્સનાં વાઇરોલોજિસ્ટ ડો.લલિત દાર, દિલ્હી સફદરજંગ હોસ્પિટલના ફેફસાંના નિષ્ણાત ડોક્ટર દીપક ભટ્ટાચાર્ય અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલના નોડલ ઓફિસર ડો.સાકેત કુલકર્ણી (એપીડો માયોલોજી) આવી રહ્યાં છે. ઉપરોક્ત ત્રણેય નિષ્ણાત તબીબો સવારે રાજકોટ આવી પહોંચ્યા બાદ 11થી 1 વચ્ચે મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાનીને મળશે.
નિષ્ણાત તબીબો સિવિલ હોસ્પિટલની મુલાકાતે
નિષ્ણાત તબીબોની એક ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી છે. ટીમે સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ હોસ્પિટલની લેબોરેટરીની પણ મુલાકાત લીધી હતી. ત્રણેય નિષ્ણાત તબીબ સર્વેલન્સનો વ્યાપ કેટલો વધારવો, વાઇરસના ઇન્ફેકશનનું પ્રમાણ જોઇ ટ્રીટમેન્ટમાં શું વધારો કરવો તે અંગે સ્થાનિક તબીબોને સૂચન કર્યું હતુ.
નિષ્ણાત તબીબ શહેરના સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત વિસ્તારોમાં જશે
બાદમાં ત્રણેય નિષ્ણાત તબીબ ચાર વાગ્યા પછી શહેરના સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત વિસ્તારોમાં જશે અને અહીંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ વિસ્તારના રહેવાસીઓને મહામારીથી બચવા માટે શું શું કરવું તે અંગે લોકોને માર્ગદર્શન આપી તકેદારી રાખવા સૂચન કરશે. દિવસભરની શહેરની મુલાકાત બાદ ત્રણેય તબીબ પરત અમદાવાદ ફરશે. અને ગુરુવારે તેમણે કરેલા ઓબ્ઝર્વેશનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી સ્વાઇન ફ્લૂની મહામારીને અટકાવવા માટેના સુધારા-વધારા અંગે સૂચન કરશે.
રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એક પણ વાઇરોલોજિસ્ટ તબીબ નથી
રાજ્યમાં અગાઉ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગચાળાએ તરખાટ મચાવ્યો છે. આવા ગંભીર રોગચાળામાંથી પસાર થવા છતાં પણ હાલ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એક પણ વાઇરોલોજિસ્ટ તબીબ નથી કે વકરેલા રોગચાળાને કાબૂમાં કરી શકે.
રાજકોટમાં મત્યુ આંક 90 થયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અમરેલીના 58 વર્ષીય મહિલા, રાજકોટના 51 વર્ષના પ્રૌઢ અને ગીર-સોમનાથની 25 વર્ષીય યુવતીનો, જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જૂનાગઢના 38 વર્ષના યુવાને દમ તોડ્યો છે. આજે થયેલા સાત મોત બાદ સ્વાઇન ફ્લૂથી મોતનો કુલ આંક 90 પર પહોંચ્યો છે. સૂત્રના જણાવ્યાં મુજબ, સિવિલ હોસ્પિટલના સ્પે.સ્વાઇન ફ્લૂ વોર્ડમાં મંગળવારે વધુ નવ દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે. જે તમામનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમાં સાત મહિલા અને પુરુષનો સમાવેશ થાય છે.
X
રાજકોટમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ મંગળવારે વધુ ચાર માનવ જિંદગીનો ભોગ લીધો છે.રાજકોટમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ મંગળવારે વધુ ચાર માનવ જિંદગીનો ભોગ લીધો છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી