હવા...

Shailesh Radadiya

Aug 16, 2017, 10:09 AM IST
રાજકોટના ધારેશ્વર મંદિરમાં મહાદેવને થોડુ દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબ બાળકોને પીવડાવાય છે
રાજકોટના ધારેશ્વર મંદિરમાં મહાદેવને થોડુ દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબ બાળકોને પીવડાવાય છે
રાજકોટ: સામાન્ય રીતે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથને દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ ભગવાન શંકરને દૂધનો અભિષેક કરવાને બદલે આ જ દૂધ ગરીબ બાળકોને આપી તેની જઠરાગ્નિ ઠારવામાં આવે તો કેવું ઉચિત કાર્ય કહેવાય. આ જ પ્રકારનો સેવાયજ્ઞ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ધારેશ્વર મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસથી શરૂ કરવામાં આવ્યો છે.
રોજનું 20 થી 25 લીટર દૂધ ગરીબોમાં વિતરણ
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ધારેશ્વર મંદિરની સ્થાપના વર્ષ 1935માં શંકરગીરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ધારેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસમાં આ વર્ષે અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરમાં એક પાત્ર રાખવામાં આવ્યું છે, જ્યા દર્શન માટે આવતા દર્શનાર્થીઓને એવો આગ્રહ કરવામાં આવે છે કે મંદિરમાં શિવજીને થોડા દૂધનો અભિષેક કરો અને બાકીનું દૂધ પાત્રમાં નાખો. પાત્રમાં એકત્ર થયેલું દૂધ દરરોજ મંદિર પાસે બેસતા ગરીબ બાળકોને આપવામાં આવે છે. રોજ બરોજ શ્રાવણ માસ દરમિયાન 20 લીટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે અને મંદિર આસપાસ બેસતા ગરીબ બાળકો અને આસપાસના ગરીબ બાળકોને આપવામાં આવે છે.
દરરોજ 1 હજારથી વધુ લોકો દર્શને આવે છે
શહેરના પ્રખ્યાત ધારેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દરરોજ 1000થી વધુ લોકો દર્શન માટે આવે છે અને તેમાંથી મોટા ભાગના દર્શનાર્થીઓ શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે. ત્યારે આ વર્ષે દૂધનો અભિષેક કરવા ઉપરાંત પાત્રમાં દૂધ નાખી ગરીબ બાળકો સુધી દૂધ પહોંચાડવાનો અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. દરરોજ 25 લીટરથી વધુ દૂધ એકત્ર થઇ રહ્યું છે. એકત્ર થયેલું દૂધ તમામ ગરીબ બાળકોને પીવડાવી સરાહનીય સેવાયજ્ઞ કરવામાં આવે છે. લોકો પણ આ સેવાયજ્ઞમાં સહભાગી બની આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
X
રાજકોટના ધારેશ્વર મંદિરમાં મહાદેવને થોડુ દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબ બાળકોને પીવડાવાય છેરાજકોટના ધારેશ્વર મંદિરમાં મહાદેવને થોડુ દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબ બાળકોને પીવડાવાય છે
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી