તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ: હાર્દિકની સભા પૂર્વે પોસ્ટર પર ફેંકાઇ શાહી, લાગ્યા વિરુદ્ધમાં બેનર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સભા પહેલા જ હાર્દિકના બેનર પર શાહી ફેંકાઇ - Divya Bhaskar
સભા પહેલા જ હાર્દિકના બેનર પર શાહી ફેંકાઇ

રાજકોટઃ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની સભાનું આજે આયોજન કરાયું છે, જો કે આ મુદ્દે વિવાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. સભાને લઇને પોસ્ટર પર તેના ફોટા પર કાળી શાહી ફેંકવામાં આવી હતી તેમજ તેના વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણી જગ્યા પર પોસ્ટર પણ ફાડવામાં આવ્યા છે.  
 

પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે
 
પોસ્ટરમાં હાર્દિક વિરુદ્ધ લખવામાં આવ્યું છે કે, સમજાય ગયું સત્ય દૂર થયો મુખવટો, કોંગ્રેસ અને હાર્દિકને હવે આપો દેશવટો. સમાજનો આગેવાન થઇ કરતો મોટી વાતો ખોટા છે તારા બધા ખેલ ખાટી છે વાતો સહિતના લખાણો લખવામાં આવ્યા છે. 
 

હાર્દિકના ઠેર ઠેર લાગ્યા છે મહાક્રાંતિના બેનર 
 
શહેરના વિવિધ વિસ્તારોમાં હાર્દિકની સભાના બેનરો લગાવવામાં આવ્યા છે. પાટીદાર યુવાનો ઘરે ઘરે જઇ આમંત્રણ આપે છે કે સભામાં અચૂક હાજરી આપવી. જો કે, પાટીદાર સમાજના નામે આજે હાર્દિક વિરુદ્ધ બેનર લાગતા ફરી વાતાવરણ ગરમાયું છે. 
 

સભા તો થશે જઃ પાસ મક્કમ
 
પાસ પ્રવક્તા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, અમને સત્તાધિશો મંજૂરી આપે કે ન આપે સભા તો કરીશું જ. આજે સાંજે નાનામવા સર્કલે આ સભા થવાની છે.  સીએમ રૂપાણીનો આ વિસ્તાર છે.
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો............(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ) 

અન્ય સમાચારો પણ છે...