તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના એવા ગામમાં હેલિકોપ્ટરમાં આવી જાન, લોકોના ટોળા ઉમટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરરાજા પોતાની દુલ્હનને લેવા હેલિકોપ્ટરમાં આવ્યા - Divya Bhaskar
વરરાજા પોતાની દુલ્હનને લેવા હેલિકોપ્ટરમાં આવ્યા

રાજકોટ: નાના એવા ગામમાં કોઇ હેલિકોપ્ટર ઉતરે તો ગ્રામજનો જોવા ઉમટી પડતા હોય છે. ત્યારે હેલિકોપ્ટરમાં જ વરરાજા પોતાની દુલ્હનને લેવા આવે તે તો મોટી વાત બની જાય. રાજકોટ નજીક ખોખડદડ ગામના વરરાજા પોતાની દુલ્હનને લેવા સરધાર નજીક હલેન્ડા ગામે પહોંચ્યા હતા. ત્યારે જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 
 

રાજકોટના ખોખડદડ ગામથી વરરાજા સરધાર નજીક હલેન્ડા ગામે હેલિકોપ્ટરમાં ગયા હતા
 
રાજકોટ નજીક આવેલા ખોખડદડ ગામના અને રાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઇ દેસાઇના પુત્ર સાગરના ગઇકાલે લગ્ન હલેન્ડા ગામના રમેશભાઇ રોકડની પુત્રી રીપા સાથે થયા હતા.  તેઓએ પૂજારા ટેલિકોમનું હેલિકોપ્ટર ભાડે રાખી જાન લઇ હલેન્ડા ગયા હતા. હેલિકોપ્ટરને નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા હતા. 
 

કેવી રીતે આવ્યો વિચાર
 
આ અંગે વરરાજા સાગરના પિતા વિજયભાઇએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની અંદર મોજશોખથી લગ્ન કરવાની મજા જ કંઇક અલગ છે. અમારી ઇચ્છા હતી કે હેલિકોપ્ટરમાં પુત્રની જાન લઇ જવાની. મારો પુત્ર રાજકોટમાં એસકેઇ નામના એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધા સાથે સંકળાયેલો છે. અમે મંડપરોપણ વખતે ખાસ દુબઇથી ખજૂર મગાવી મહેમાનોને નાસ્તો કરાવ્યો હતો. 
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)  

અન્ય સમાચારો પણ છે...