આજીડેમ...

Shailesh Radadiya

Aug 01, 2017, 09:00 AM IST
બ્રિટીશરોએ ગાંધીજીના પત્ની કસ્તુરબાને અહીં કેદ કર્યા હતા
બ્રિટીશરોએ ગાંધીજીના પત્ની કસ્તુરબાને અહીં કેદ કર્યા હતા
રાજકોટ: રાજકોટમાં મહાત્મા ગાંધીજીના ઉપવાસ સમયે રાજકોટ આવેલા કસ્તુરબા અને સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણિબેન પટેલની બ્રિટિશ સરકારે અટકાયત કરી પહેલા સણોસરા લઇ ગયા હતા અને ત્યાંથી કસ્તુરબાને નરજકેદ રાખવા માટે ત્રંબા લઇ જવામાં આવ્યા હતા. ત્રંબામાં કસ્તુરબાને 1939માં 29 દિવસ માટે નરજ કેદ રાખવામાં આવ્યા હતા. ઐતિહાસિક સ્થળને જીવંત રાખવા માટે કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટની રચના રવિશંકર મહારાજ, મણિબેન પટેલ સહિતના ટ્રસ્ટીઓએ કરી હતી. અહીં ગાંધીજીના વિચારોને જીવંત રાખવા માટે ગ્રામ સ્વરાજ્ય, નઇ તાલીમ, ગ્રામોદ્યોગના વિવિધ કાર્યો શરૂ થયા હતા. ધીમે ધીમે તમામ રચનાત્મક કાર્ય બંધ થયા અને અમુક ટ્રસ્ટીઓ તથા સામાજિક આગેવાનોએ સ્થળ પર કબજો કરવા અને સંસ્થાને મળતી ગ્રાન્ટને કબજે કરવા માટે દાવપેચ શરૂ થયા છે. ઐતિહાસિક સ્થળ પર તોડફોડ અને નવું બાંધકામ પણ થતું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. પરિણામે કસ્તુરબાને જ્યાં નજર કેદ કરવામાં આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળની જાળવણી બંધ થઇ હોવાથી તે ખંડેર બની ગયું છે.
કસ્તુરબાધામની જાળવણીનો અભાવ

કસ્તુરબાનેબ્રિટશરોએ જ્યાં નજરકેદ કર્યા હતા તે સ્થળની હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, સ્મારકની જાળવણી કરવામાં વહીવટી તંત્રને કોઈ રસ નથી. જેને કારણે સ્મારકને હેરિટેજમાં સમાવવામાં ન આવતા ગાંધી વિચારધારકોમાં નારાજગી છે.
એક પણ જગ્યાનું ડિમોલિશન થતું નથી
કસ્તુરબાધામ એક ઐતિહાસિક સ્થળ છે, તેની જાળવણી કરવા માટે ટ્રસ્ટી મંડળમાં સ્કીમ મૂકી નવા ટ્રસ્ટીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. સ્મારકના એક પણ સ્થળનું ડિમોલિશન કરવામાં આવતું નથી. સંસ્થાની પાછળ આવેલા કસ્બ્રસ્તાન જવાનો રસ્તો શાળા પાસેથી હતો તેના બદલે બારોબાર કરવાનું કામ ચાલે છે. હાલ ટ્રસ્ટ પાસે કોઇ બેંક બેલેન્સ નથી. ટ્રસ્ટીઓ પોતાના ખર્ચે રિનોવેશન કરાવી રહ્યા છે. સ્થળની જાળવણી કરવી છે, પણ અમુક લોકો તેમા અડચણ નાખી રહ્યા છે. વાસ્તવમાં સ્મારકની જાળવણી કરવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે- અનિરૂધ્ધસિં હજાડેજા, સ્કીમનાટ્રસ્ટી

રાષ્ટ્રીય ધરોહરને ડિમોલિશન કરાય છે
નેશનલ હેરિટેજ કહી શકાય તેવું કસ્તુરબા આશ્રમની દુર્દશા થઇ રહી છે. ટ્રસ્ટી મંડળમાં ફેરફાર રિપોર્ટ મંજૂર થયા વગર બની બેઠેલા ટ્રસ્ટીઓએ પોતાના બોર્ડ લાગાવ્યા છે. અગાઉ નેહરુ કુટિર કે જ્યાં મહેમાનોને ઉતારો આપવામાં આવતો હતો તે સ્થળ, પોસ્ટ ઓફિસનો પાછળનો ભાગ અને ઓસરી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. રિનોવેશનનો દાવો કરતા ટ્રસ્ટીઓ વાસ્તવમાં ડિમોલિશન કરી રહ્યા છે. મુખ્ય સ્મારક કસ્તુરબા નિવાસ વરસાદના ચૂવાંકના પાણીથી ભરાઇ ગયું છે. હાલમાં જર્જરિત બની ગયેલું સ્મારક રિપેરિંગના અભાવે તૂટી પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી- અનિલ આહ્યા, કાર્યકર્તા
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
X
બ્રિટીશરોએ ગાંધીજીના પત્ની કસ્તુરબાને અહીં કેદ કર્યા હતાબ્રિટીશરોએ ગાંધીજીના પત્ની કસ્તુરબાને અહીં કેદ કર્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી