Home » Saurashtra » Latest News » Rajkot City » dissatisfied congress worker against MLA indranil rajyaguru

રાજ...

Divyabhaskar.com | Updated - Oct 05, 2017, 09:15 AM

રાજ...

 • ઇન્દ્રનીલ વિરૂધ્ધ રાજકોટ કોંગ્રેસ
  રાજકોટ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ કોંગ્રેસનું ઘર સળગવા લાગ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જે સીધા જંગમાં ઉતર્યા છે એવા ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે અસંતુષ્ટો હવે ખુલ્લેઆમ મેદાને ઉતર્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ટીમ એમએલએના નામથી અલગથી પોતાનો ચોકો જમાવી રહ્યા છે. તેવા કચવાટ સાથે ઇન્દ્રનીલથી નારાજ કાર્યકરો અને આગેવાનોએ સર્કિટહાઉસમાં મિટિંગ યોજી હતી. ત્યારે ઇન્દ્રનીલે જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી કચરો નિકળી જશે.
  ઇન્દ્રનીલ સામે અસંતુષ્ટોએ કોંગ્રેસ પરિવાર એવો અલગ મોરચો રચ્યો
  કોંગ્રેસ પરિવાર એવા અલગ સંગઠનથી ટીમ ઇન્દ્રનીલ સામે હાઇકમાન્ડ સુધી ફરિયાદ કરવા માટે મોરચો માંડ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીખે ઇન્દ્રનીલ રાજ્યગુરુને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ અંદરખાને રહેલો જૂથવાદ હવે ખુલ્લેઆમ આવ્યો છે. ઇન્દ્રનીલ સામે અસંતુષ્ટોએ કોંગ્રેસ પરિવાર એવો અલગ મોરચો રચ્યો છે. મોરચામાં પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગ વસાવડા, પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી ઉપરાંત રાજદીપસિંહ જાડેજા, ધરમ કાંબલિયા, અશોકસિંહ વાઘેલા સહિત યૂથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. સંગઠનમાં ઇન્દ્રનીલ વિરુધ્ધ છેલ્લા ઘણા સમયથી જેમને અસંતોષ છે તેવા આગેવાનો, મનસુખ કાલરિયાની આગેવાનીમાં 13 જેટલા કોર્પોરેટરો બુધવારે સર્કિટહાઉસ ખાતે એકત્ર થયા હતા.
  બે કલાક સુધી અસંતુષ્ટોની મિટિંગ ચાલી
  બે કલાક સુધી અસંતુષ્ટોની મિટિંગ ચાલી હતી. જેમાં ઇન્દ્રનીલ વિરુધ્ધ જે અસંતોષ વ્યક્ત થયો હતો તેમા ઇન્દ્રનીલ પોતાની રીતે પાર્ટી ચલાવે છે, નાના કાર્યકરો સાથે તોછડાઇભર્યુ વર્તન થાય છે, પોતાની ગુડબુકમાં હોય તેવા કાર્યકર્તા-આગેવાનોને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવી, પૈસાના જોરે પક્ષના આગેવાનોને રિઝવે છે. સ્વ.શાંતાબેન ચાવડાના પરિવારજનોને સાંત્વના આપવા કે પાર્ટીના વરિષ્ઠ મનોહરસિંહજી(દાદા)ની ખબર પૂછવા રાહુલ ગાંધીને લઇ જવાના બદલે પોતાના કોમર્શિયલ દાંડિયારાસમાં લઇ ગયા, વિધાનસભા બેઠક 68માં ઇન્દ્રનીલનું પ્રભુત્વ હજુ બરકરાર છે. તે સીટ પર ઇન્દ્રનીલને ટિકિટ આપી ન્યૂ રાજકોટમાં પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવે તો સીટ વધુ સલામત થઇ જશે આવા તો અનેક મુદ્દાઓ તૈયાર થયા છે અને મુદ્દાઓને લઇને આગામી દિવસોમાં પ્રદેશના મહામંત્રી ડો.હેમાંગ વસાવડાની આગેવાની હેઠળ ઇન્દ્રનીલથી નારાજ જૂથ પ્રદેશના પ્રભારીને મળવા જશે તેવું નક્કી કરાયું હતું.

  આગળની સ્લાઇડ્સ મારી પાર્ટીનો કચરો નીકળી જશે, મને કંઇ ફરક નહીં પડે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ.
 • dissatisfied congress worker against MLA indranil rajyaguru
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પાર્ટીને કંઇ ફેર નહીં પડે તેવું જણાવ્યું
  મારી પાર્ટીનો કચરો નીકળી જશે, મને કંઇ ફરક નહીં પડે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ 
   
  જેનું કોઇ તળિયું નથી, જે મુખ્યમંત્રીને મળીને સોદો કરતા આવે, જે ચૂંટાઇ શકે તેમ નથી, જે પાર્ટીને નુકસાનકર્તા છે એવા 
  બળાપો કાઢનારાઓથી કંઇ ફરક નહીં પડે. હું નામ લીધા વગર કહીશ કે જે લોકોએ અલગ મોરચો રચ્યો છે મારી પાર્ટીનો 
  કચરો છે. અને કચરો નીકળી જશે એમા મને કે મારી પાર્ટીને કંઇ ફરક નહીં પડે. મારા માટે અત્યારે એક લક્ષ્ય છે કે 
  રાજકોટની ચારેય બેઠક કોંગ્રેસને મળે, એટલું નહીં પણ રાજકોટની ખરા અર્થમાં સેવા કરે એવા આગેવાનો, કાર્યકર્તાઓ 
  પાર્ટીમાં રહે. - ઇન્દ્રનીલ રાજ્યગુરુ(ધારાસભ્ય) 

  આગળની સ્લાઇડ્સ પ્રદેશને લગતા પ્રશ્ન હતા, મારી સમક્ષ મુક્યા એટલે હું ઉપર મૂકીશ: હેમાંગ વસાવડા (પ્રદેશ મહામંત્રી)
 • dissatisfied congress worker against MLA indranil rajyaguru
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રદેશ મહામંત્રી હેમાંગ વસાવડા
  શું કહે છે પ્રદેશ મહામંત્રી
   
  પ્રદેશ મહામંત્રી હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરુધ્ધના જે કંઇપણ પ્રશ્નો હતા પ્રદેશ અને હાઇકમાન્ડ કક્ષાના હતા એટલે મારે રજૂઆત સાંભળવા જવું પડ્યું. ઇન્દ્રનીલ વિરુધ્ધ અસંતોષ તો ઘણો છે. જે કંઇ ફરિયાદો 
  મારી સમક્ષ આવી છે તે હું પ્રદેશ અને હાઇકમાન્ડ સમક્ષ મૂકીશ. પ્રદેશના મહામંત્રી તરીકે મારી ફરજ છે. ચૂંટણી પૂર્વે 
  પાર્ટીમાં જે કંઇ પણ વિખવાદ, આંતરિક અસંતોષ છે તે દૂર કરવા હું શક્ય તેટલા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ. સંગઠન બધાને 
  સાથે રાખીને ચલાવવું જોઇએ એવી મારી અંગત લાગણી છે. 
   
  આગળની સ્લાઇડ્સ જશવંતસિંહ ભટ્ટી ચૂંટણી પ્રચાર સમિતિની જવાબદારી ઠુકરાવી દેશે. 
 • dissatisfied congress worker against MLA indranil rajyaguru
  જસવંતસિંહ ભટ્ટી
  જશવંતસિંહ ભટ્ટી ચૂંટણી પ્રચાર સમિતિની જવાબદારી ઠુકરાવી દેશે
   
  રાજકોટ કોંગ્રેસના પાયાના પથ્થર ગણાતા અને પાર્ટી માટે આંદોલન દરમિયાન આંખ ગુમાવનાર શહેર પૂર્વ પ્રમુખ અને 
  પૂર્વ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટીને પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાંથી મહત્વની જવાબદારીમાંથી બાદબાકી કરવામાં આવી 
  છે. રાહુલ ગાંધીની રાજકોટ મુલાકાત પૂર્વે પ્રદેશના નેતાઓ સમક્ષ જશવંતસિંહની તરફેણમાં રજૂઆત થઇ હતી ત્યારે 
  પ્રદેશના નેતાઓએ જશવંતસિંહ ભટ્ટીને ચૂંટણી પ્રચાર સમિતિમાં મહત્ત્વની જવાબદારી આપવાની ખાતરી આપી હતી, પરંતુ 
  જશવંતસિંહ ભટ્ટી જવાબદારી નહીં સ્વીકારે તેવું સર્કિટહાઉસની મિટિંગ દરમિયાન સાથી સભ્યોને કહ્યું હોવાનું જાણવા મળ્યું 
  છે. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ