રાજકોટ: માથામાં તેલ ન નાંખી આવતા 5 વિદ્યાર્થીઓના શિક્ષકે કાપ્યા વાળ, CCTV

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્કલમાં શિક્ષક વિદ્યાર્થીના વાળ કાપે છે - Divya Bhaskar
સર્કલમાં શિક્ષક વિદ્યાર્થીના વાળ કાપે છે

રાજકોટ: શહેરના રૈયા રોડ પર આવેલી ન્યુ એરા સ્કૂલમાં શિક્ષકને ન શોભે તેવું વર્તન સામે આવ્યું છે. માથામાં તેલ ન નાંખી સ્કૂલે આવતા પાંચ વિદ્યાર્થીઓના શિક્ષકે વર્ગખંડમાં વાળ કાપતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને પગલે સ્કૂલ સંચાલકે શિક્ષકને નોકરીમાંથી બરતરફ કર્યાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના સ્કૂલના વર્ગખંડના સીસીટીવીમાં કેદ થઇ છે. આ ઘટનાને લઇને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
 

ઢીકા મરાવ્યા: ધોરણ-6ના વિદ્યાર્થીઓને એકબીજા પાસે પીઠમાં ઘૂસતા મરાવ્યા હતા. વિદ્યાર્થીઓએ એકબીજાને ધીમેથી મારતા બળપૂર્વક મારવા ફરજ પાડી હતી.

ફડકા મરાવ્યા: પીટી શિક્ષકે વિદ્યાર્થિનીઓને પણ છોડી ન હતી અને બે વિદ્યાર્થિનીઓને બોલાવી એકબીજાને જોશથી ફડાકા મારવાન ફરજ પાડી હતી.
 

વિદ્યાર્થિની પર જોર જુલમ: વિદ્યાર્થિનીઓએ એકબીજાને હળવાશથી ઝાપટ મારતા પીટી શિક્ષકને સુરાતન ચડ્યું, એક વિદ્યાર્થિનીને કેવી રીતે ઝાપટ મારવી તેનો ડેમો આપ્યો હતો.
 

વાળ કાપ્યા: પીટી શિક્ષકે મજાક-મસ્તી અને ડિસીપ્લીનના નામે બે વિદ્યાર્થીઓના વાળ પર કાતર ફેરવી દીધી હતી અને વાળના જથ્થામાંથી ચોટી કાપી હતી.

વિદ્યાર્થીનો પગ કચડ્યો: હરકતનો વિરોધ કરાતાં શિક્ષક ઉશ્કેરાઈ ગયો હતો અને માસૂમ બાળકનો પગ કચડી પોતાની બહાદુરીનું વરવું પ્રદર્શન કર્યું હતું.
 

પાંચેય વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં કરે છે અભ્યાસ 
 
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયા રોડ પર આવેલી ન્યુ એરા સ્કૂલમાં વિજય શર્મા નામના શિક્ષકે માથામાં તેલ ન નાંખી સ્કૂલે આવતા પાંચ વિદ્યાર્થીઓના વાળ કાપ્યા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. આ પાંચેય વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા સ્કૂલ સંચાલકે વિજય શર્માને નોકરીમાંથી બરતરફ કર્યા છે. 
 

વાળ કાપી શિક્ષકે વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સામે કરી રમૂજ
 
સીસીટીવીમાં શિક્ષક વિજય શર્મા વાળ કાપી અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ રમૂજ કરતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે. તેમજ ચાલુ વર્ગખંડે વિદ્યાર્થીઓ પાસે પંજો લડાવવાની રમૂજની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઇ છે. તેમજ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર મારતો હોયો તેવું કૃત્ય શિક્ષકે કરાવ્યાનું પણ સીસીટીવીમાં કેદ થયું છે.
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)

અન્ય સમાચારો પણ છે...