રાજકોટઃ ગુજરાતમાં 18 ડિસેમ્બરે નામની હાર અને કામની જીત થશેઃ સંબીત પાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવકત્તા સંબીત પાત્રાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી - Divya Bhaskar
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવકત્તા સંબીત પાત્રાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી

રાજકોટઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવકત્તા સંબીત પાત્રા પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ રાહુલ ગાંધી પર કર્યા હતા. રાહુલ ગાંધી ના નામ થી ગાંધી હટાવો તો કઈ નથી. મોદીજીનું નામ નહીં કામ બોલે છે. ગુજરાતમાં 18 ડિસેમ્બરના રોજ નામની હાર અને કામની જીત થશે.
 

શું કહ્યું સંબીત પાત્રા ?
 
હાફિઝ સહિદ ચૂંટણી લડે તે શર્મનાક ઘટના છે, મોદીજીને કારણે સર્જીકલ સ્ટ્રાઈક થઇ અને હાફિઝ સહિદ જેલમાં ગયા. કૉંગ્રેસ આ હાફિઝને હાફિઝજી કહેતા હતા, સાથે જ તેઓએ કહ્યું કે વિકાસની માત્ર વાતો કરતાં રાહુલ ગાંધીમાં હિંમત હોય તો સાંજ સુધીમાં અમેઠીમાં તેઓએ કરેલા વિકાસના પાંચ પોઇન્ટ આપે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા વિકાસકાર્યોના પાંચ પોઇન્ટ છે અમારી પાસે. કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. સંબીત પાત્રાએ વધુમાં કહ્યું કે UPમાં કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે અને વિકાસની ગાડી ડબલ એન્જીન સાથે આગળ વધશે કારણ કે ભારતના વડાપ્રધાન ગુજરાતના જ છે.
 

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...