• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • પત્રકાર પરિષદ પહેલા નરેશ પટેલ અને પરેશ ગજેરાની બંધ બારણે બેઠક, khodaldham chairman press conference in rajkot for regignation

પ્રમુખ સારા માટે ખોટું બોલ્યા'તા, રાજીનામું આપી પરત ખેંચ્યું: નરેશ પટેલ

પત્રકાર પરિષદ પહેલા નરેશ પટેલ અને પરેશ ગજેરાની બંધ બારણે બેઠક

DivyaBhaskar.com | Updated - Apr 07, 2018, 05:00 AM
પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલ
પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલ

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીપદેથી નરેશ પટેલે રાજીનામું આપ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલા વિવાદ, પોસ્ટરવોર અને સૂત્રોચ્ચાર બાદ ફરીથી ટ્રસ્ટની આબરૂ બરકરાર રાખવા નરેશ પટેલે શુક્રવારે રાજીનામું પરત ખેંચી, પ્રમુખપદે પરેશ ગજેરાને યથાવત રાખી હાલ તુર્ત વિવાદ પર પડદો પાડી દીધો હતો, જોકે વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્ય હોદ્દેદારોએ ભજવેલી ભૂમિકાથી વિવાદના બીજ રોપાયાના સંકેતો પણ આપ્યા હતા. વિવાદ પૂરો થયો કે અટક્યો તે આગામી મહિનાઅોમાં સ્પષ્ટ થશે.

ખોડલધામનો વ્યાપ વધતાં કામગીરી વધી છે


સરદાર પટેલ ભવન ખાતે સવારે 11 વાગ્યે યોજાયેલી પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા તેમજ હંસરાજભાઇ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ સ્ટેજ પર પહોંચ્યા હતા અને એકતા તથા કોઇ વિવાદ નહીં હોવાનો દાવો કર્યો હતો. નરેશ પટેલે રાજીનામાનું કારણ આપતા કહ્યું હતું કે, ખોડલધામનો વ્યાપ વધતાં કામગીરી વધી છે, તમામ સ્થળે પહોંચવું મુશ્કેલ બનતાં યુવાઓને સક્રિય ભૂમિકા આપવાનો હેતુ હતો તેમજ પોતાના બિઝનેસ અને પરિવારમાં ધ્યાન આપવા હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, રાજીનામાની જાહેરાત બાદ સમાજના લોકોની લાગણીને ધ્યાને લઇ ફરીથી ચેરમેનપદ પર યથાવત રહેવાનો નિર્ણય કર્યો હતો.

કોઇ વિવાદ હશે તો તેને ટ્રસ્ટીઓ સાથે મળી થાળે પાડી દેવાશે

પરેશ ગજેરાને પરિવારનો જ સભ્ય ગણાવી કહ્યું હતું કે, પરેશની ભૂલ થતી હોય તો તેને ઠપકો આપવો પડે પરંતુ ટ્રસ્ટમાં કોઇ વિવાદ નહીં હોવાનો બચાવ કર્યો હતો, આમછતાં કોઇ વિવાદ હશે તો તેને ટ્રસ્ટીઓ સાથે મળી થાળે પાડી દેવાશે અને ચૂંટણીને કારણે આવા સંજોગો ઊભા થતા હોવાનો તેમણે એકરાર કરી સમગ્ર વિવાદ પાછળ રાજકીય રંગ કારણભૂત હોવાનો નિર્દેષ આપ્યો હતો. પરેશ ગજેરાએ પણ પોતાને ખોડલધામ અને નરેશભાઇના સૈનિક તરીકે ઓળખાવી ઊભી થયેલી સ્થિતિને ભૂલી જવા અપીલ કરી હતી.

આ હદે વાત કેમ વણસી ગઇ?

ખોડલધામ વિવાદને ઠારવા માટે નરેશ-પરેશ પટેલ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી ત્યારે પણ બને વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઇ આવતું હતું. સંબોધન પહેલાં બંને વચ્ચેનો સંવાદ શ્રાવ્ય ભલે નહોતો પણ નહીં બોલાયેલા શબ્દો પણ સાંભળી શકાય એવા હતા. પરિસ્થિતિને વકરાવવા માટે બંને પક્ષ સળખા જવાબદાર છે પણ હજી ભૂલનો અહેસાસ કોઇને થયો હોય એવું લાગતું નથી. આગ ઉપર ધૂળ વાળી દેવામાં આવી છે. પણ લાલચોળ અંગારાઓ અંદર હજી ધૂંધવે છે એ બંનેના ચહેરા પર દેખાતા હતા.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, રાજકારણમાંથી આવ્યો છું, ભવિષ્યમાં જઇ પણ શકું: ગજેરા...

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.

નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ હાજર રહ્યા
નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ હાજર રહ્યા

રાજકારણમાંથી આવ્યો છું,  ભવિષ્યમાં  જઇ પણ શકું: ગજેરા

 

 

ખોડલધામ રાજકારણથી દૂર રહેશે તેવા શરૂઆતથી જ દાવા કરવામાં આવતાં હતા, જોકે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ સંસ્થા સાથે જોડાયેલા અનેક લોકો ચૂંટણી લડ્યા હતા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા પણ ભજવી હતી. વિવાદને સમાવવા હાજર થયેલા પરેશ ગજેરાએ પણ કહ્યું હતું કે, પોતે કોર્પોરેટર હતા, રાજકારણમાંથી આવ્યા છે અને ભવિષ્યમાં રાજકારણમાં સક્રિય બની પણ શકે. ગજેરાના નિર્દેશથી અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, અનેક મુદ્દાઓ વિવાદ હોવાના સંકેતો આપે છે....

ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું
ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું

અનેક મુદ્દાઓ વિવાદ હોવાના સંકેતો આપે છે

 

- ત્રણ દિવસ સુધી વિવાદ વકરતો રહ્યો છતાં નરેશ પટેલે એક શબ્દ પણ નહીં ઉચ્ચારી વિવાદને વકરવા દીધો.
- રાજકારણમાં ભૂમિકા નક્કી કરવા કમિટીની રચના કેમ કરવી પડી.
- જો વિવાદ જ નહોતો તો રાજકીય ઇશારે વિવાદ વકર્યાનું કથન કેમ કર્યું.
- રાજીનામું ગત શનિવારે આપ્યું હતું તો તે બાબત છૂપાવવાનું કારણ શું.
- ટ્રસ્ટમાં કઇ વ્યક્તિની ભૂમિકા શંકાસ્પદ લાગી તેવા પ્રશ્નનો ઉત્તર ટાળ્યો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, હાર્દિકનું નામ લીધા વગર કહ્યું, ‘પેટ્રોલ છાંટવું નહીં, પોતાને ત્યાં પણ થઇ શકે’....
ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયા
ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયા

હાર્દિકનું નામ લીધા વગર કહ્યું, ‘પેટ્રોલ છાંટવું નહીં, પોતાને ત્યાં પણ થઇ શકે’

 

નરેશ પટેલના રાજીનામાં બાદ પાસના કન્વિનર હાર્દિક પટેલે કોમેન્ટ કરી હતી કે, ખોડલધામના ભગવાકરણને કારણે આ સ્થિતિ પેદા થઇ છે. આ અંગે નરેશ પટેલે હાર્દિકનું નામ લીધા વગર કહ્યું હતું કે, ‘લોકશાહીમાં તમામ વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ કોઇના ઘરમાં વિવાદ ચાલતો હોય અને પેટ્રોલ છાંટો તો પોતાને ત્યાં પણ એવું થઇ શકે’. આ ઉપરાંત યુવકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ શહેરના જુદા-જુદા સ્થળે ગદ્દારને જાહેર કરો તેવા લખાણવાળા પોસ્ટર લાગ્યા હતા, આ ઘટનાક્રમથી પોતે વ્યથિત થયા હતા અને સમગ્ર ઘટનાક્રમની નિંદા કરે છે. આવા કૃત્ય પાછળ સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી જરૂર પડ્યે કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, રાજકારણમાં ભૂમિકા નક્કી કરવા કમિટીની રચના થશ....

ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું
ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું

રાજકારણમાં ભૂમિકા નક્કી કરવા કમિટીની રચના થશે


નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ સાથે જુદી-જુદી રાજકીય વિચારધારા ધરાવતા લોકો જોડાયેલા છે, ચૂંટણી આવે ત્યારે વિચારધારાને લઇને વિવાદ થવાની સંભાવના રહે છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લીધા બાદ ખોડલધામની ભૂમિકા રાજકારણમાં શું રહેશે તે નક્કી કરવા હંસરાજભાઇ ગજેરાની આગેવાનીમાં 11 સભ્યોની કમિટી રચવામાં આવશે અને તે કમિટી જ રાજકીય બાબતોની ગાઇડલાઇન નક્કી કરશે. 

X
પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલપ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલ
નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ હાજર રહ્યાનરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ હાજર રહ્યા
ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતુંખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું
ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયાખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયા
ખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતુંખોડલધામમાં શિક્ષણ પ્રવૃતિમાં ધ્યાન આપી શકાય તે માટે રાજીનામુ આપ્યું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App