નરેશ પટેલનું મૌન, પાટીદારો દ્વિધામાં, ભાજપ તરફ રહેવું કે હાર્દિક તરફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીતુ વાઘાણી સાથે નરેશ પટેલની મુલાકાત - Divya Bhaskar
જીતુ વાઘાણી સાથે નરેશ પટેલની મુલાકાત

રાજકોટ: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે કોઇ પણ પક્ષના નેતા મળે છે. નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ સૌ કોઇ પોત પોતાની રીતે બહાર આવી નિવેદનો આપે છે કે નરેશભાઇ અમારી સાથે છે. પરંતુ આ અંગે નરેશભાઇનું મૌન પહેલેથી રહેલું છે. આથી પાટીદારો પણ દ્વિધામાં મુકાય જાય છે કે, કંઇ તરફ જાવું. નરેશ પટેલ સાથે ભાજપના જીતુ વાઘાણી સાથે મુલાકાત થઇ હતી. ત્યારે નરેશ પટેલે ભાજપ સાથે રહેવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે રાજકોટમાં નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે હાર્દિકે બહાર આવીને નિવેદન આપ્યું હતું કે, નરેશભાઇ પાટીદાર છો પાછા ન પડતા અમે તમારી સાથે છીએ. પરંતુ નરેશભાઇ આ અંગે કોઇ વાત કરી નહોતી આથી નરેશભાઇના મૌનથી પાટીદાર સમાજ ભાજપ તરફ જાવું કે હાર્દિક તરફ જાવું તે અંગે દ્વિધામાં છે. 

હાર્દિકે નરેશ પટેલની મુલાકાત લીધા બાદ શુ કહ્યું હતું
 
હાર્દિક પટેલે રાજકોટમાં સભા યોજ્યા બાદ બીજા દિવસે સવારે નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વડીલ છે એટલે અમે શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા. નરેશભાઇએ મને કહ્યું હતું કે, જે કરો તે ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો. નરેશભાઇ સાથે મારે 15 મિનિટ ચર્ચા ચાલી હતી. અમે તમારી સાથે છીએ. હાર્દિકના આ નિવેદનને લઇને અનેક પ્રકારના તર્ક વિર્તકો વહેતા થયા હતા. 

શું કહે છે ખોડલધામના પ્રમુખ
 
ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, જીતુ વાઘાણી સાથે નરેશભાઈ પટેલની માત્ર સામાન્ય મુલાકાત હતી કોઈ રાજકીય મુલાકાત નહીં. સોશિયલ મીડિયામાં ભાજપને સમર્થનના મેસેજ ખોટા ફરી રહ્યા છે. ખોડલધામ તટસ્થ સંસ્થા છે. કોઈ જ રાજકીય પક્ષને સમર્થન નહીં.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...... 

અન્ય સમાચારો પણ છે...