આરોગ્ય વિભાગના દરોડા, ફેરિયા પાસે રહેલા દૂધનું ચેકિંગ 

આરોગ્ય વિભાગના દરોડા, ફેરિયા પાસે રહેલા દૂધનું ચેકિંગ 

Shailesh Radadiya | Updated - Apr 05, 2018, 10:13 AM
નરેશ પટેલના રાજીનામા મુદ્દે પ્રમુખ પરેશ ગજેરા બન્યા કટપ્પા
નરેશ પટેલના રાજીનામા મુદ્દે પ્રમુખ પરેશ ગજેરા બન્યા કટપ્પા

રાજકોટ: લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના પ્રણેતા એવા નરેશ પટેલ સમાજની તાકાત બતાવી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. ભલભલા રાજકારણીથી લઇ નેતા તેની મુલાકાત લેવા દોડી આવે છે ત્યારે તેને ઉભી કરેલી આસ્થા અને એકતાના પ્રતિક સમાન ખોડલધામ સંસ્થાના ચેરમેન પદેથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. પરંતુ તેણે શું કામ રાજીનામુ આપ્યું હતું તે પણ મોટો સવાલ છે. ટ્રસ્ટનો આંતરિક રાગદ્વેષ સપાટી પર આવી ગયો છે. ત્યારે તેના જ નજીકના અને જેને રાતોરાત પ્રમુખ પદે બેસાડી દેવામાં આવ્યા તેવા પરેશ ગજેરાએ કટપ્પા બની ખોડલધામના બાહુબલીને પીઠ પાછળ ખંજર ભોકાતા નરેશ પટેલને લાગી આવ્યું હોવાની વાત છે.

શું કામ રહેતા ખોડલધામ નરેશ વ્યથિત

સુત્રોના કહેવા પ્રમાણે ખોલડધામ નરેશ આ સંસ્થાને રાજકારણથી દૂર રાખવા જ માંગતા હતા. પરંતુ આમ પણ નરેશ પટેલ મૂળ કોંગ્રેસી છે. તેના મોટાભાગના ટ્રસ્ટીઓ કોંગ્રેસ સાથે નાતો ધરાવે છે. આ સિવાય હમણા ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલના પુત્રએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને પ્રમુખ પરેશ ગજેરા કોંગ્રેસના કોર્પોરેટર રહી ચુંક્યા છે. જો કે એકાએક તે ભાજપ સરકારમા ઢળી પડ્યાં હતા અને ટ્રસ્ટમાં વધુ પડતું ભગવાકરણ ઘૂસાડી દેવાયું હતું. ભાજપ સાથે ઘરોબો વધારી પોતાની મનમાની પણ કરી લેતા હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યાં છે, માટે ખોડલધામની શાખ બચી રહે તે માટે નરેશ પટેલે વ્યસ્તતા અને આંતરિક વિવાદ ન થાય તે માટે દૂર રહેવા નક્કી કરી રાજીનામુ ધરી દીધું હતું.

આગળની સ્લાઇડ્સ ખોડલધામના રાજકીય ઉપયોગને કારણે વિવાદની શરૂઆત.

X
નરેશ પટેલના રાજીનામા મુદ્દે પ્રમુખ પરેશ ગજેરા બન્યા કટપ્પાનરેશ પટેલના રાજીનામા મુદ્દે પ્રમુખ પરેશ ગજેરા બન્યા કટપ્પા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App