જસદણ: ખુલ્લી જીપમાં આવ્યો હાર્દિક, રોડ શોમાં ડી.જે.ના તાલે પાટીદારો ઝુમ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાં હાર્દિક પટેલનો રોડ શો - Divya Bhaskar
જસદણમાં હાર્દિક પટેલનો રોડ શો

જસદણ: હાર્દિક પટેલ આજે જસદણ તાલુકામાં છે. તેણે જસદણના લીલાપુર ગામથી રોડ શોનો પ્રારંભ કર્યો હતો. જેમાં ખુલ્લી જીપમાં હાર્દિક પટેલ સવાર થતા તેની સાથે મોટી સંખ્યામાં પાટીદારો પણ જોડાયા છે. ડી.જે.ના તાલે રોડ પર પાટીદારો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમજ ચોકે ચોકે હાર્દિક પટેલને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.   

હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ હાર્દિકનું કર્યું સ્વાગત, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત 
 
હાર્દિક પટેલનો રોડ શો લીલાપુર ગામથી જસદણ અને આટકોટ ગામ ખાતે પૂર્ણ થયો હતો. જેમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં યુવાનો બાઇક સાથએ જોડાયા હતા તો કેટલાય કાર સાથએ જોડાયા હતા. જસદમમાં હિન્દુ-મુસ્લિમ બ્નેન સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોને લઇને પોલીસનો રૂટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: દિપક રવિયા, જસદણ)

અન્ય સમાચારો પણ છે...