• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • મગફળીકાંડ: કોંગ્રેસના ધરણા, બાવળિયાએ કહ્યું તપાસના નામે સરકારનું નાટક /groundnut godown fire case and congress seat on dharana at rajkot

કોંગ્રેસના ધરણા, બાવળિયાએ કહ્યું તપાસના નામે સરકારનું નાટક

કોંગ્રેસના ધરણા, બાવળિયાએ કહ્યું તપાસના નામે સરકારનું નાટક

Shailesh Radadiya | Updated - May 11, 2018, 11:36 AM
મગફળીકાંડમાં કોંગ્રેસના રાજકોટમાં ધરણા
મગફળીકાંડમાં કોંગ્રેસના રાજકોટમાં ધરણા

રાજકોટ: રાજકોટના શાપરમાં નાફેડ દ્વારા રખાયેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 4 કરોડની મગફળી બળીને ખાક થઇ ગઇ હતા. જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. આજે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સીઆઇડીને તપાસ સોંપી તપાસના નામે સરકાર નાટક કરી રહી છે.

કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જેમાં ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના ગોડાઉનમાં આગ મામલે ભાજપને કેટલો મળ્યો ભાગ જેવા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગ મુદ્દે આગામી વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવશે. પરંતુ રાજકોટ યાર્ડમાં સળગેલા બારદાનના જથ્થા મામલે પણ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

X
મગફળીકાંડમાં કોંગ્રેસના રાજકોટમાં ધરણામગફળીકાંડમાં કોંગ્રેસના રાજકોટમાં ધરણા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App