મનમોહનસિંઘે લીધી કબા ગાંધીના ડેલાની મુલાકાત, બાપુએ વિતાવ્યું\'તું બાળપણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનમોહનસિંઘે કબા ગાંધીના ડેલાની લીધી મુલાકાત - Divya Bhaskar
મનમોહનસિંઘે કબા ગાંધીના ડેલાની લીધી મુલાકાત

રાજકોટ: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘએ રાજકોટમાં આવાલા ગાંધીજીના ઘર કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધી હતી. તેઓએ કબા ગાંધીના ડેલામાં રાખવામાં આવેલી ગાંધીજી ચીજવસ્તુઓને નિહાળી હતી. તેમજ વિઝીટ બુકમાં પોતાની નોંધ કરી કરી હતી. ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા ત્યારે તેઓ જે મકાનમાં રહેતા હતા તે કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યું હતું. આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આજે પણ કબા ગાંધીના ડેલાની મુલાકાત લોકો લે છે ત્યારે બોલી ઉઠે છે કે,  બાપુ હજુ જીવે છે. 


 

કબા ગાંધીનો ડેલો નામનું મકાન 1880-1881માં બન્યું હતું. 
 
કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભૂતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જૂના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. 1880-81 માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહ્યા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
 

કબા ગાંધીના ડેલામાં ગાંધીજીના બાળપણના ફોટોગ્રાફ્સ છે
 
મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.   
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..... (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)

અન્ય સમાચારો પણ છે...