રાજકોટઃ પ્રોટોકોલ તોડી મળ્યા મનમોહનસિંઘ, વૃદ્ધે કોંગ્રેસના જ કૌભાંડની બતાવી બૂક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનમોહનસિંઘ પ્રોટોકોલ તોડી એક વૃદ્ધને મળવા માટે ગયા હતા, પરંતુ આ વૃદ્ધે મનમોહનસિંઘને કોંગ્રેસના રાજમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓની બૂક દેખાડી - Divya Bhaskar
મનમોહનસિંઘ પ્રોટોકોલ તોડી એક વૃદ્ધને મળવા માટે ગયા હતા, પરંતુ આ વૃદ્ધે મનમોહનસિંઘને કોંગ્રેસના રાજમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓની બૂક દેખાડી

રાજકોટઃ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ રાજકોટની મુલાકાતે આવ્યા છે, અહીં તેઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી, ત્યારબાદ તેઓએ વેપારીઓ સાથે એક સેમિનારમાં હાજરી આપી હતી, આ દરમિયાન મનમોહનસિંઘ પ્રોટોકોલ તોડી એક વૃદ્ધને મળવા માટે ગયા હતા, પરંતુ આ વૃદ્ધે મનમોહનસિંઘને કોંગ્રેસના રાજમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓની બૂક દેખાડતા ચર્ચાનો વિષય બન્યા હતા. 


 

250 પેજની બૂક બતાવી
 
રાજકોટ આવેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ સાથે હાસ્યાસ્પદ ઘટના બની હતી, વેપારીઓ સાથે સેમિનારમાં જોડાયા બાદ મનમોહનસિંઘ પરત ફરી રહ્યાં હતા, તે દરમિયાન એક વૃદ્ધ જેમનું નામ મનસુખભાઇ છે તેઓ હાથમાં બૂક લઇને બૂમો પાડી રહ્યાં હતા, મનમોહનસિંઘને થયું તે કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર હશે આથી તેઓ તેને મળવા માટે પ્રોટોકોલ તોડ્યો હતો, જો કે મનસુખ પાસે પહોંચતા જ એ વૃદ્ધે મનમોહનસિંઘને યુપીએકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે જણાવવાનું શરૂ કરી દીધું, મનસુખભાઇએ કહ્યું કે યુપીએના શાસનમાં સાત પ્રધાનો દોષિત સાબિત થયા, એટલું જ નહીં મનસુખભાઇએ પોતાની સાથે લાવેલી 250 પેજની બૂક પણ બતાવી જેમાં યુપીએકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે લખાયેલું હતું. 
 

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો....

અન્ય સમાચારો પણ છે...