સરકારમાં મહિલાઓ ઊંચા સ્થાને બિરાજે છે, ભાજપને 160 સીટ મળશે: ઉમા ભારતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમા ભારતીએ ગોંડલમાં ગઇકાલે રાત્રે સભા સંબોધી - Divya Bhaskar
ઉમા ભારતીએ ગોંડલમાં ગઇકાલે રાત્રે સભા સંબોધી

ગોંડલ: કેન્દ્રીય મંત્રી અને તેજાબી વક્તા ઉમા ભારતીએ ગુજરાતમાં તેમના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ગોંડલથી કરી ગુજરાતને દેશનું વિકાસ મોડલ ગણાવી આગામી લોકસભામાં લક્ષનો મુદ્દો જ ભાજપ માટે વિજયનું કારણ બનશે તેવું જણાવી ગુજરાતમાં ભાજપને 160 સીટ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ સરકારમાં મહિલાઓ ઊંચા સ્થાને બિરાજે છે તે નરેન્દ્ર મોદીના વિઝનને આભારી હોવાનું જણાવ્યું હતું.
 

ઉમાં ભારતીએ કોંગ્રેસને આડે હાથ લીઇ વિરોધ પક્ષમાં બેસવાની સલાહ આપી હતી 
 
ગોંડલ માંડવી ચોક ખાતે જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ તેઓના તેજાબી અંદાજમાં કોંગ્રેસને આડે હાથ લઈ કટોકટીની યાદ અપાવી હતી. જે ભારતની જનતા કદી ભૂલી શકશે નહીં તેવુ જણાવી કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવાની સલાહ આપી દીધી હતી અને ગોંડલના ઉમેદવાર ગીતાબા જાડેજાની ઉપલબ્ધી અંગે જણાવ્યું હતું કે, તે સારા લોકનેતા છે પરંતુ આપણી પરંપરા રહી છે કે મહિલાઓ હંમેશા પતિને આગળ કરતી હોય છે ત્યારે વિધાનસભાની આ ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાથી પણ વધુ જંગી લીડ ગીતાબા મેળવશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઉત્તરપ્રદેશ અને આસામ તેમજ અનેક રાજ્યમાં ભાજપની વિજય કુચને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિઝનને આભારી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, તેમની સરકારમાં મહિલાઓ આજે ઉંચા સ્થાને બિરાજે છે. જેમાં વિદેશીમંત્રી અને રક્ષામંત્રીના હોદ્દાઓ સામેલ છે. 
 

કૃષ્ણ ભગવાનના દાખલા સાથે શું જણાવ્યું
 
તેમણે કૃષ્ણ ભગવાનનાં દાખલા થકી જણાવ્યું  હતું કે, તમામને રક્ષા આપતા ભગવાન શ્રી કૃષ્ણનું  રક્ષણ ગુજરાતની ભૂમિએ કર્યું હતું. મથુરાથી તેઓ દ્વારકા આવ્યા હતા. ઉમભારતીને સાંભળવા હજારોની સંખ્યામાં લોકોની મેદની ઉમટી પડતા શહેરનો માંડવી ચોક ટૂંકો પડ્યો હતો અને ટ્રાફિકજામ પણ થવા પામ્યો હતો. 
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો
(તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...